For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરાના નવા યાર્ડમાં પેટ્રોલ ભરેલા રેલવેના વેગનમાં આગ, એક વ્યક્તિ ભડથું: રહસ્યના વમળો

Updated: May 8th, 2024

વડોદરાના નવા યાર્ડમાં પેટ્રોલ ભરેલા રેલવેના વેગનમાં આગ, એક વ્યક્તિ ભડથું: રહસ્યના વમળો

Fire in Train at Vadodara : વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આજે વહેલી સવારે પેટ્રોલના વેગનમાં આગ લાગતા એક વ્યક્તિ ભડથું થઈ ગઈ હતી. જે રીતે બનાવ બન્યો તે જોતા રહસ્યના વમળો સર્જાયા છે.

વડોદરા ફાયર બ્રિગેડને વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં પંડ્યા બ્રિજ પાસે પેટ્રોલના એક બેગનમાં આગ લાગી હોવાનો કોલ મળતા ચાર ફાયર એન્જિન સાથે ટીમો પહોંચી હતી.

ફાયર બ્રિગેડે તાત્કાલિક પાવર સપ્લાય બંધ કરાવી આગ કાબુમાં લીધી હતી અને વધુ નુકસાન થતા અટકાવ્યું હતું. આ વખતે રેલવે ટ્રેક પર એક વ્યક્તિનો સળગી ગયેલો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat