અંકલેશ્વર પાનોલી વચ્ચે રેલવે વીજ લાઇનનો કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો
- બે ટ્રેન રદ મોટાભાગની ટ્રેનો નિર્ધારિત સમય કરતા એક કલાક મોડી પડતા મુસાફરોને હાલાકી
વડોદરા,તા.02 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
અંકલેશ્વર પાનોલી વચ્ચે રેલવે વીજ લાઈન નો કેબલ તૂટી પડતા રેલ્વે વ્યવહાર હતો જેમાં કેટલીક ટ્રેનો રદ કરવી પડી હતી જ્યારે મોટા ભાગની ટ્રેનો મોડી પડતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
અંકલેશ્વર પાનોલી વચ્ચે રેલવે ટ્રેક ઉપરના ઓવરહેડ વીજ કેબલ બ્રેક થતા બે ટ્રેન કરાઈ રદ્દ કરવામાં આવી હતી જેમાંવડોદરા ભરૂચ મેમુ અને ભરૂચ સુરત મેમુ ટ્રેન નો સમાવેશ થાય છે.
વીજ વાયર તૂટી પડવાને કારણે અન્ય ટ્રેનો ને પણ અસર થઈ છે જેમાં અજમેર બાંદ્રા ટ્રેઈન ને કલાક સુધી સાઈડ લાઈન કરવામાં આવી છે વડોદરા રેલવે સ્ટેશન પર બે ટ્રેન ને સાઈડ લાઈન કરાઈ છે જ્યારે અમદાવાદ મુંબઇ વચ્ચે દોડતી તમામ ટ્રેનો એક કલાક નિર્ધારિત સમય કરતા મોડી દોડી રહી છે. અમદાવાદ અંકલેશ્વર વચ્ચે ના સ્ટેશનો ઉપર ટ્રેનો ને રોકી દેવામાં આવી છે.
એક કલાક તમામ ટ્રેનો લેઈટ થતા મુસાફરો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
વડોદરા ડિવિઝનના રેલવે સત્તાવાળાઓએ તાત્કાલિક અંકલેશ્વર પાનોલી વચ્ચે તૂટી પડેલા વીજ વાયરનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે જે કામગીરી પૂર્ણ થતાની સાથે જ રેલ્વે વ્યવહાર પૂર્વ વત શરૂ થઈ જશે તેમ જણાવવામાં આવ્યું છે.