પાણીગેટ રાણાવાસમાં ચાલતા આંકડાના જુગારધામ પર દરોડો

ખુલ્લેઆમ ચાલતું જુગારધામ વાડી પોલીસને ના દેખાયું : પીસીબીનો દરોડો

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
પાણીગેટ રાણાવાસમાં ચાલતા  આંકડાના જુગારધામ પર દરોડો 1 - image

વડોદરા,પાણીગેટ રાણાવાસમાં ચાલતા આંકડાના જુગાર ધામ  પર  પીસીબી  પોલીસે રેડ પાડતા વાડી પોલીસ  ઊંઘતી ઝડપાઇ હતી. ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામમાંથી  પોલીસે ૯ જુગારીઓને ઝડપી પાડયા છે.

પાણીગેટ રાણા વાસમાં વેરાઇ માતાના મંદિર પાછળ રહેતો લાલુ જશુભાઇ રાણા ઘર  પાસે આંકડાનો જુગાર રમાડી રહ્યો છે. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને (૧) બાબુ ઉર્ફે અમીરશા ગુલામહુસેન દિવાન ( રહે. અજબડી મિલ મદાર મહોલ્લો) (૨) સજ્જાદમીંયા સૈયદમીંયા સૈયદ ( રહે. ખાનગા મહોલ્લો, વાડી) (૩) અયુબખાન મોહંમદખાન પઠાણ ( રહે. ચંબુશાનો ટેકરો, પાણીગેટ) (૪) પીયૂષ જગદીશભાઇ રાણા ( રહે. રાણાવાસ, પાણીગેટ) (૫) અરવિંદ મનુભાઇ તડવી ( રહે. કિશનવાડી) (૬) અયુબખાન હમીદખાન પઠાણ ( રહે.ખરાડીવાડ, વાડી) (૭) મહેન્દ્ર દેસાઇભાઇ રાજપૂત ( રહે. કોંકણ ફળિયું, વાડી) (૮) સુરેશ શંકરભાઇ જાદવ ( રહે. રામદેવ નગર, આજવા રોડ) તથા (૯) નસરૃદ્દીન પ્રતાપસિંહ વાઘેલા ( રહે. સંજલી પાર્ક, ગોરવા) ને ઝડપી પાડયા હતા. જ્યારે લાલુ રાણાને વોન્ટેડ જાહેર કર્યો છે.  પોલીસે સ્થળ પરથી રોકડા ૧૦,૨૨૦ તથા પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૩૧,૨૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News