છાણી કેનાલ રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો : ૯ ઝડપાયા
ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે : અજબડી મિલ પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા
વડોદરા,છાણી કેનાલ રોડ પર ગોવર્ધન પાર્કના એક મકાનમાં ત્રીજા માળે ચાલતા જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને ૯ જુગારીઓને ઝડપી પાડી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, છાણી કેનાલ પાસે ગોવર્ધન પાર્કમાં રહેતો સંજય પ્રજાપતિ પોતાના ઓળખીતાઓને ઘરે બોલાવી ત્રીજા માળે જુગાર રમાડે છે. જેથી, પી.આઇ.સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી ૯ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમાં (૧) સંજય દિલીપભાઇ પ્રજાપતિ ( રહે. ગોવર્ધન પાર્ક) (૨) નિલેશ ધીરૃભાઇ પ્રજાપતિ (રહે. ગણેશ નગર, સમા કેનાલ રોડ) (૩) હિતેશ જ્યંતિભાઇ વડગામા (રહે. જાદવ પાર્ક, ન્યૂ સમા રોડ) (૪) દિનેશ વિનોદભાઇ પ્રજાપતિ ( રહે. અંબિકા નગર, ન્યૂ સમા રોડ) (૫) વિજય નટવરભાઇ મોજીત્રા (રહે. ચાણક્યપુરી, ન્યૂ સમા રોડ) (૬) ઘનશ્યામ ભૂપેન્દ્રભાઇ કટુડીયા (રહે. વાલ્મિકી નગર, અભિલાષા ચાર રસ્તા પાસે, સમા) (૭) રાજેશ લાલજીભાઇ ભીમાણી (રહે. નારાયણ નગર, છાણી (૮) રોનક ગોરધનભાઇ મોકાણી તથા (૯) હસમુખ ધીરૃભાઇ પ્રજાપતિ ( બંને રહે. જવાહરબાગ, સમા રોડ) નો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૬૧,૬૫૫, ૮ મોબાઇલ ફોન, ચાર વાહનો મળી કુલ રૃપિયા ૩.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સિટિ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, અજબડી મિલ પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા પાંચ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૨,૯૩૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.