વડસર ગામમાં ધમધમતી દેશી દારૃની ભઠ્ઠીઓ પર દરોડો

પકડાયેલી મહિલાઓ સામે અગાઉ સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયા છે

Updated: May 24th, 2024


Google NewsGoogle News
વડસર ગામમાં ધમધમતી દેશી દારૃની ભઠ્ઠીઓ પર દરોડો 1 - image

 વડોદરા,માંજલપુર પોલીસની રહેમ નજરથી વડસર ગામમાં ધમધમતી દેશી દારૃની ભઠ્ઠીઓ પર  પીસીબી પોલીસે રેડ કરતા નાસભાગ મચી ગઇ હતી.

પીસીબી  પોલીસે અલગ - અલગ જગ્યાએ ચાલતી દેશી દારૃની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી. જેમાં વડસર ગામ ગોચર ચંદન તળાવ  પાસે રહેતા ગીતાબેન અજયભાઇ માળીના ઘરમાં રેડ કરી હતી. ગીતાબેન સામે અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ૧૬ ગુનાઓ દાખલ થયા છે. નજીકમાં જ રહેતા અનોપબેન ગણપતભાઇ માળીના ઘરે પણ રેડ કરી હતી. અનોપબેન સામે અગાઉ ૧૧ ગુના માંજલપુર  પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. વડસર ગામ માળી મહોલ્લામાં રહેતા સુમનબેન વિરાભાઇ માળીની ત્યાં પણ  રેડ પાડવામાં આવી હતી. તેની સામે અગાઉ ૨૪ ગુનાઓ નોંધાયા છે. વડસર ગામ ગોચર નજીક રહેતા આશાબેન રણજીતભાઇ માળીના ઘરે રેડ કરવામાં આવી હતી.આશાબેન સામે અગાઉ ૭ ગુનાઓ નોંધાયા છે.



Google NewsGoogle News