૨૪ કલાકમાં સ્ટેટ મોનિટરીંગ સેલના બે સ્થળે દરોડા
પાદરા અને વાઘોડિયામાંથી ૨૧ જુગારીઓ ઝડપાયા
વડોદરા,વડોદરા જિલ્લાના વાઘોડિયા તથા પાદરામાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડીને ૨૧ જુગારીઓને ઝડપી પાડયા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલને માહિતી મળી હતી કે, વાઘોડિયા તાલુકાના રૃસ્તમપુરા ગામે નવી નગરીમાં પાણીની ટાંકીની બાજુમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને સાત જુગારીઓેને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૧૬,૪૧૦ , ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૃપિયા ૩૪,૪૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) સલીમ રૃપસીંગભાઇ ગરાસિયા (૨) ભાગવદાસ ઇશ્વરભાઇ ભીલ (૩) સંજય મથુરભાઇ તડવી (૪) ધર્મેન્દ્ર ભાઇલાલભાઇ ગઢવી ( તમામ રહે. રૃસ્તમપુરા) (૫) પ્રભુભાઇ મોતીભાઇ બારિયા ( રહે. ફટાગામ) (૬) દમલેશ રમેશભાઇ તડવી ( રહે. હરેશ્વર ગામ) તથા (૭) ચીમન રયજીભાઇ નાયક ( રહે. ઘોડાગામ) નો સમાવેશ થાય છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે આજે સાંજે પાદરાના મુજપુર ગામે મહીસાગર નદીના કિનારે ચાલતા જુગારધામ પર દરોડો પાડીને ૧૪ જુગારીઓને ઝડપી પાડયા છે. પોલીસ દ્વારા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.