વોર્ડ વિઝાર્ડમાં આવકવેરા ખાતા દ્વારા દરોડાની કાર્યવાહી પૂર્ણ થઇ
દરોડાના પગલે શેરમાં ધોવાણ ઃ સ્ક્રૂટિની બાદ માહિતીની જાણ બીએસઇને કરવામાં આવશે
વડોદરા,ઇ-બાઇક બનાવતી વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા ખાતાએ દરોડા પાડી છ સાત સ્થળે હાથ ધરેલી તા.૧૧ના રોજ પૂર્ણ થઇ ચૂકી છે. તપાસ દરમિયાન જે વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે, તેની સ્ક્રૂટિની શરૃ કરવામાં આવી છે.
રેડ પડયા બાદ વોર્ડ વિઝાર્ડનો શેર તૂટીને ૬૬.૪૧ થયો છે. આવકવેરાની તપાસમાં જે કકાંઇ માહિતી બહાર આવશે તેની જાણ બીએસઇ (બોમ્બે સ્ટ્રોક એક્સ.)ને કરવામાં આવશે.
રેડ બાદ શેર આશરે ૧૬ રૃપિયા તૂટયો છે.
વડોદરા નજીક સયાજીપુરા પાસે જોય બાઇકના બ્રાન્ડ નેમથી ઇ-બાઇકનું ઉત્પાદન કરતી વોર્ડ વિઝાર્ડ કંપની અને તેમના ચેરમેન-એમડીના નિવાસસ્થાને અને અન્ય ડિરેકટરોને ત્યાં આવકવેરા ખાતાએ કરેલી તપાસમાં કંપનીના વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલા આર્થિક વ્યવહારો, ટર્નઓવર, વેચાણ વગેરે મુદ્દે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. ેજેમાં જપ્ત કરેલા દસ્તાવેજોની સ્ક્રૂટિની હાથ ધરાઇ છે.