નાગરવાડા નવી ધરતીમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર દરોડો

મુખ્ય સૂત્રધાર સહિત ૧૩ ઝડપાયા, એક વોન્ટેડ : ૨.૧૬ લાખનો મુદ્દામાલ કબજે

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
નાગરવાડા નવી ધરતીમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર દરોડો 1 - image

 વડોદરા,નાગરવાડા નવીધરતી વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમતા જુગારીઓેને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડયા હતા.પોલીસે જુગારીઓ  પાસેથી કુલ રૃપિયા ૨.૧૬  લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર દરોડો પાડયો હતો. પોલીસે (૧)  મુખ્ય સૂત્રધાર અમિત વિજયભાઇ રાણા ( રહે. આનંદ નગર, કારેલીબાગ) (૨) આંકડો લખનાર કાંતિભાઇ શનાભાઇ પરમાર (રહે. કારેલીબાગ)  (૩) અજય ગોરધનભાઇ પટેલ  ( રહે.નવી ધરતી રાણાવાસ) (૪) દિલાવર મોહંમદભાઇ મલેક (રહે. અકોટા) (૫) ભૂપેન્દ્ર મોહનલાલ રાણા ( રહે. નવીધરતી રાણાવાસ)  (૬) રવિ ઠાકોરભાઇ રાણા (રહે.ફતેપુરા)  (૭) હિતેશ જગદીશભાઇ રાણા  (૮) મોન્ટુ મહેન્દ્રભાઇ રાણા( બંને રહે.નવી ધરતી, રાણાવાસ) તથા (૯) વિજય નાનજીભાઇ પરમાર  (રહે. કાસમઆલા કબ્રસ્તાન, કારેલીબાગ) (૧૦) અલ્પેશ  જીવનભાઇ માળી ( રહે.ફતેપુરા)  (૧૧) કમલેશ મુન્શીરામ ચૌધરી (રહે. મકરપુરા)  (૧૨) દિપક રાજુભાઇ લાલવાણી ( રહે. વારસિયા) તથા (૧૩) રતિલાલ છોગાજીભાઇ મારવાડી (રહે.કારેલીબાગ)  ને ઝડપી પાડયા  હતા. જ્યારે દિવ્યેશ વિજયભાઇ રાણાને વોન્ટેડ જાહેર કર્યો છે.  પોલીસે રોકડા ૩૩,૧૩૦, ૧૦ મોબાઇલ ફોન કિંમત રૃપિયા ૨૩ હજાર, ત્રણ વાહનો કિંમત રૃપિયા ૧.૬૦ લાખ મળી કુલ રૃપિયા ૨.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News