વાઘોડિયા રોડ,અટલાદરા, છાણી અને દશરથ ગામમાં શ્રાવણિયા જુગાર પર રેડ

૧૭ જુગારીઓ પકડાયા : ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ,અટલાદરા, છાણી અને દશરથ ગામમાં શ્રાવણિયા જુગાર પર  રેડ 1 - image

વડોદરા, શહેરમાં  શ્રાવણીયો જુગાર રમતા ખેલીઓ સામે પોલીસે કાર્યવાહી શરૃ કરી છે. અટલાદરા અને વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી નજીક આશાપુરીમાં અગાશી પર જુગાર રમતા ૧૦ જુગારીઓને પોલીસે ઝડપી પાડી  ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

 અટલાદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, સહજાનંદ ફલેટ પાછળ કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ચાર જુગારીઓે (૧) સંજયભાઈ શનાભાઈ વસાવા, (૨) બાબુભાઈ કાલીદાસ ધોબી, (૩) કિરીટસિંહ બળવંતસિંહ સોલંકી (ત્રણેય રહે. વસાવા ફળિયું, અટલાદરા) તથા  (૪) લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમાર ( રહે. વુડાના મકાનમાં, વાસણા ભાયલી રોડ) ઝડપાઇ ગયા  હતા. પોલીસે રોકડા ૪ હજાર અને ત્રણ મોબાઇલ મળી ૨૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

જ્યારે અન્ય એક કેસમાં કપુરાઇ પોલીસે મળેલી માહિતીના આધારે વાઘોડિયા  રોડ આશાપુરી નગરમાં મકાનની અગાશી પર જુગાર રમતા છ જુગારીઓ ઝડપી પાડી રોકડા ૩૫,૩૦૦, ૪ મોબાઇલ ફોન, એક કાર અને એક મોપેડ મળી કુલ રૃપિયા ૨.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) દીપ રાજુભાઇ વસાવા (૨) હિરેન રાજુભાઇ વસાવા ( બંને  રહે. આશાપુરી, વૈકુંઠ સોસાયટીની બાજુમાં, વાઘોડિયા રોડ) (૩) રાજેશ ચતુરભાઇ વસાવા ( રહે. બાપોદ ગામ, વાઘોડિયા રોડ) (૪) નિમેશ શાંતિલાલ ચૌહાણ ( રહે. ધનલક્ષ્મી સોસાયટી, વાઘોડિયા રોડ) (૫) ચિંતન અશોકભાઇ શાહ ( રહે. વાઘોડિયા ગામ) તથા (૬) વિજય કનુભાઇ પંચાલ (રહે. ઓમ ઉપવન ટેનામેન્ટ, વાઘોડિયા રોડ) નો સમાવેશ થાય છે.

તેવી જ રીતે  છાણી પોલીસે દશરથ અને પદમલા ગામે રેડ કરી  જુગાર રમતા  (૧) સન્નીકુમાર રાજેન્દ્રભાઇ  અગ્રવાલ (૨) ભરતભાઈ બુધાભાઈ જાદવ (૩) વિક્રમ  મોહનભાઈ શર્મા (૪)  વિષ્ણુ જ્યંતિભાઇ જાદવ  (૫) સુધીર પુજાભાઇ રાઠોડ (તમામ રહે. પદમલા ગામ) (૬) અખિલેષ કનૈયાલાલ યાદવ ( રહે. નવાયાર્ડ, ફતેગંજ) (૭)  મહેશ ભરતભાઇ  સોલંકી(૮)  વિવેક ભૂપેન્દ્રભાઇ સોલંકી ગિરીશ  કાંતિભાઇ જાદવ ( રહે. દશરથ ગામ) ને ઝડપી પાડયા હતા. પોલીસએ સ્થળ પરથી રોકડ રકમને મોબાઈલ સહિત ૩૪ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


Google NewsGoogle News