ડભોઇ દારૃના અડ્ડા પર રેડ : બૂટલેગર સહિત ચાર પકડાયા

દારૃ સપ્લાય કરનાર સહિત ચાર આરોપી વોન્ટેડ : ૨.૧૪ લાખનો દારૃ મળ્યો

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ડભોઇ દારૃના અડ્ડા  પર રેડ : બૂટલેગર સહિત ચાર પકડાયા 1 - image

વડોદરા,ડભોઇ કેનાલ  પાસે તથા ડભોઇ તિલકનગર પાસે ખેતરમાં ચાલતા વિદેશી દારૃના  અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે  દરોડો પાડીને ૨.૧૪ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો છે.

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને માહિતી મળી હતી કે, ડભોઇમાં વિદેશી દારૃનો ધંધો ચાલી રહ્યો છે. જેથી, એસએમસીની ટીમે સ્થળ પર જઇને રેડ પાડી હતી. પોલીસે વિદેશી દારૃની ૧,૫૨૭ બોટલ કિંમત રૃપિયા ૨.૧૪ લાખની કબજે  કરી છે. તેમજ ટ્રેક્ટરની ટ્રોલી, ત્રણ બાઇક, ૬ મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૫.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે નોકર (૧) પિન્ટુનાથ રમણનાથ નાથબાવા ( રહે. મોટા ભીલવગા, ડભોઇ) (૨) અજય ભગવાનસિંહ રાઠોડ ( રહે.ડભોઇ નાંદોદી ભાગોળ) દારૃ લેવા આવનાર ગ્રાહક આકાશ વિપુલભાઇ પંડયા ( રહે.કોયલી વાવ, નાંદોદી ભાગોળ, ડભોઇ) તથા દારૃનો  અડ્ડો ચલાવતા લિસ્ટેડ બૂટલેગર ગિરીશ બાબુભાઇ જયસ્વાલ ( રહે. પંડયા શેરી, ડભોઇ) ને ઝડપી પાડી ડભોઇ પોલીસને  હવાલે કર્યા છે.

જ્યારે દારૃ સપ્લાય કરનાર (૧) રામસીંગ રાઠવા ( રહે. છોટાઉદેપુર)  દારૃના ધંધાનો ભાગીદાર (૨)રાજુ બાબુભાઇ જયસ્વાલ  (૩) ધવલ બાબુભાઇ જયસ્વાલતથા દારૃના ધંધાની દેખરેખ રાખનાર (૪) વિરાજ ઘનશ્યામભાઇ જયસ્વાલ  ( ત્રણેય રહે. પંડયા શેરી, ડભોઇ) ને વોન્ટેડ જાહેર કર્યા છે.



Google NewsGoogle News