વારસિયામાં દારૃના અડ્ડા પર રેડ : દારૃની ૪૯૫ બોટલ કબજે
પકડાયેલા આરોપી સામે ૧૭ ગુનાઓ : ત્રણ આરોપીઓ વોન્ટેડ
વડોદરા,વારસિયા સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં ચાલતા દારૃના અડ્ડા પર પીસીબી પોલીસે રેડ પાડીને દારૃ, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૃપિયા ૬૦,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,વારસિયા ટીપી - ૧૩ ની સામે સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર રામચંદાણી તેના ઘરની બાજુમાં આવેલી ઓરડીઓમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યો છે. જેથી, પીસીબી પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા નરેન્દ્ર ઉર્ફે ગણેશ મળી આવ્યો હતો. પોલીસે ઓરડીઓમાં તપાસ કરતા વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. નરેન્દ્ર સામે દારૃ, જુગાર અને તડિપાર ભંગના ૧૭ ગુનાઓ નોંધાયા છે. પોલીસે દારૃની ૪૯૫ બોટલ કિંમત રૃપિયા ૪૫,૫૦૦ ની કબજે લીધી હતી.દારૃ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા તેણે પોલીસને જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો રફિક તથા મન્ની સિન્ધી આપી જાય છે. દારૃના હિસાબના રૃપિયા લેવા માટે વારસિયાનો હિમાંશુ ઉર્ફે હરિ સિન્ધી આવે છે.