Get The App

હરણી રોડ પર દારૃના અડ્ડા પર રેડ ઃ પૂત્રવધુ પકડાઇ, સાસુ વોન્ટેડ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મેસેજ મળ્યો હતો કે, દારૃનો અડ્ડો ચાલે છે

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
હરણી રોડ પર દારૃના અડ્ડા પર રેડ ઃ પૂત્રવધુ  પકડાઇ, સાસુ વોન્ટેડ 1 - image

 વડોદરા,હરણી રોડ સવાદ ક્વાટર્સ નજીક દેશી દારૃનો અડ્ડો ચલાવતી મહિલાને વારસિયા પોલીસે ઝડપી પાડી છે.જ્યારે તેના સાસુને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ  હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરીંંગ સેલને મેસેજ મળ્યો હતો કે,હરણી રોડ સવાદ ક્વાટર્સ વી.એમ.સી. વોર્ડ - ૪ ની ઓફિસ પાછળ રાકેશ બાબુભાઇ રાજપૂત ( સકુ), ભરત બાબુભાઇ રાજપૂત તથા ઇન્દુબેન બાબુભાઇ રાજપૂત દેશી અને વિદેશી દારૃનો અડ્ડો ચલાવે છે. આ પ્રવૃત્તિ બંધ કરવા વિનંતી છે. જે મેસેજના પગલે વારસિયા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા દિપીકાબેન રાકેશભાઇ રાજપૂત (રહે. જે.પી.વાડી ઝૂંપડપટ્ટી, સવાદ ક્વાટર્સ નજીક, હરણી રોડ) ઘરમાં મળી આવી હતી. ફ્રિજમાં મૂકેલો દારૃનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. દિપીકાબેને જણાવ્યું હતું કે, મારા સાસુ ઇન્દુબેન બાબુભાઇ રાજપૂત દારૃ લાવ્યા હતા. જેથી, પોલીસે દિપીકાબેન તથા તેના સાસુ ઇન્દુબેન સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો હતો.  પોલીસે ૯ લીટર દારૃ કિંમત રૃપિયા ૧,૮૦૦ નો કબજે કર્યો છે.


Google NewsGoogle News