સેક્ટર-22ના સરકારી મકાનમાં ચાલતા કુટણખાના ઉપર દરોડો

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
સેક્ટર-22ના સરકારી મકાનમાં ચાલતા કુટણખાના ઉપર દરોડો 1 - image


સ્પા અને મસાજ સેન્ટરોમાં કાર્યવાહી વચ્ચે

મકાન માલિક મહિલા બહારથી યુવતીઓને બોલાવી દેહ વેપાર કરાવતી : બેની ધરપકડ કરી લેવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં સ્પા અને મસાજ સેન્ટરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે શહેરના સેક્ટર ૨૨માં આવેલા એક સરકારી મકાનમાં મહિલા દ્વારા બહારથી યુવતીઓને બોલાવી દેહ વેપાર કરાવવામાં આવતો હોવાની બાતમીને પગલે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્પની ટીમે દરોડો પાડી મહિલા અને તેની એજન્ટને ઝડપી લઇ ઇમોરલ ટ્રાફિક એક્ટ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો.

સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે સ્પા અને મસાજ સેન્ટરો ખુલી ગયા છે ત્યારે તેમાં દેહ વેપાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેના પગલે રાજ્ય સરકારે ગેરકાયદેસર રીતે ચાલતા આવા મસાજ સેન્ટરો સામે કડક સાથે કામ લેવા માટે સૂચના આપી હતી અને જેને અનુસંધાને ગાંધીનગર જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસથી પોલીસ દ્વારા અલગ અલગ સ્પા અને મસાજ સેન્ટરોમાં તપાસ કરવામાં આવી રહી છે.  તેની સાથે ખાનગી રહેણાંક વિસ્તારમાં પણ દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની ફરિયાદોને પગલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ગાંધીનગર શહેરના સેક્ટર ૨૨માં આવેલા એક સરકારી મકાનમાં બે મહિલાઓ દ્વારા બહારથી જરૃરિયાતમંદ યુવતીઓને બોલાવીને દેહ વેપાર કરાવવામાં આવતો હોવાની બાતમી ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્પની ટીમને મળી હતી. જેના પગલે બનાવટી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો અને પોલીસની બાતમી સાચી પડતા દેહ વેપાર કરાવતી મકાન માલિક મહિલા અને અન્ય એક મહિલા એજન્ટને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની સામે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Google NewsGoogle News