વેમાલી ગામમાં ચાલતા જુગારધામ પર દરોડો ઃ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ સહિત ૧૦ ઝડપાયા
વાસણા કોતર ગામે પોલીસની રેડ પડતા ત્રણ જુગારીઓ ઝડપાયા, બે ભાગી ગયા
વડોદરા,વેમાલી ગામની અંબે રેસિડેન્સીમાં ચાલતા જુગારધામ પર મંજુસર પોલીસે દરોડો પાડીને ૧૦ જુગારીઓને ઝડપી પાડી રોકડા ૨.૩૩ લાખ કબજે કર્યા હતા. જ્યારે વાસણા કોતર ગામે જુગાર રમતા ત્રણ જુગારીઓ પણ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
મંજુસર પોલીસને માહિતી મળી હતી કે, વેમાલી ગામ અંબે રેસિડેન્સીમાં કેટલાક લોકો ભેગા થઇને જુગાર રમે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી ૧૦ જુગારીઓને રોકડા ૨.૩૩ લાખ સાથે ઝડપી પાડયા હતા. જેમાં (૧) ઉમેશ દિનુભાઇ સોની ( રહે. સાંઇદિપ નગર સોસાયટી, ન્યૂ વી.આઇ.પી.રોડ) (૨) નરેશ રતિલાલ પટેલ (રહે. ક્રિષ્ણા પાર્ક સોસાયટી, ડભોઇ વાઘોડિયા રીંગ રોડ) (૩) કરસન ચતુરભાઇ પરમાર (રહે. ગામ ભોલાવ,તા. ભરૃચ) (૪) સિદ્ધાર્થ ભાસ્કરભાઇ પટેલ (રહે. ઝાડેશ્વર, ભરૃચ) (૫) પ્રવિણ મફતભાઇ પટેલ (રહે. સાઢાસાલ ગામ,તા.ડેસર) (૬) ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ અતિથ જીતેન્દ્રભાઇ બારોટ (રહે.લિલેરીયા એપાર્ટમેન્ટ, સમા - સાવલી રોડ) (૭) નારણ શંકરભાઇ પટેલ ( રહે. ગામ નહારપુરાતા. સાવલી) (૮) ગિરીશ મોહનભાઇ દવે ( રહે.અરૃણોદય સોસાયટી, ઝાડેશ્વર) (૯) રાજેશ ભાઇલાલભાઇ પટેલ ( રહે. લિલેરીયા એપાર્ટમેન્ટ, સમા - સાવલી રોડ) તથા (૧૦) નિખીલ ધીરૃભાઇ પટેલ ( રહે. અંબે રેસિડેન્સી, સમા સાવલી રોડ) નો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓમાં મોટા ભાગના ખેતી કામ અને વેપાર કરે છે.
જ્યારે અન્ય એક બનાવમાં વાસણા કોતર ગામ તળાવ પાસે જુગાર રમાતો હોવાની માહિતીના આધારે મંજુસર પોલીસે દરોડો પાડતા ત્રણ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા તથા મોબાઇલ મળી કુલ રૃપિયા ૫૮,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) દિપકકુમાર રામચંદ્ર પરમાર (રહે. વાસણા કોતર ગામ) (૨) અજયસિંહ કરણસિંહ સોલંકી ( રહે. મોક્સી ગામ, તા.સાવલી) તથા (૩) સુનિલ કાંતિભાઇ સોલંકી (રહે. ચીપડ ગામ, તા. વાઘોડિયા) નો સમાવેશ થાય છે . જ્યારે સ્થળ પરથી વિજય દેસાઇભાઇ સોલંકી અને યોગેશ ઉર્ફે મડો સોલંકી (બંને રહે. વાસણા કોતર ગામ, તા.વડોદરા) ભાગી છૂટયા હતા.