પાણીગેટ રાજારાણી તળાવ પાસે ચાલતા જુગારધામ પર દરોડો
જુગારધામના સંચાલક સહિત આઠ ખેલીઓ ઝડપાયા
વડોદરા,પાણીગેટ રાજારાણી તળાવ પાસે વસાહતમાં ચાલતા જુગાર ધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત આઠ જુગારીઓને ઝડપી પાડયા હતા.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, પાણીગેટ રાજા રાણી તળાવ વસાહતમાં ચાંદમીંયા મકરાણી નામનો વ્યક્તિ પોતાના મકાનમાં જુગારધામ ચલાવે છે. જેથી, પી.આઇ . એસ.ડી. રાતડાની સૂચના મુજબ પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે મોડી રાતે પોણા બે વાગે રેડ કરી હતી . પોલીસ પહોંચી ત્યારે નીચે જમીન પર ગોળ કુંડાળું વળીને ખેલીઓ જુગાર રમતા હતા. પોલીસે જુગારધામના સંચાલક ચાંદમીંયા સાદતખા મકરાણી (રહે. રાજા રાણી તળાવ) (૨) ધર્મેન્દ્ર ઉર્ફે બબુ નારાયણભાઈ વાધવાણી (રહે. પાણીગેટ બાવચાવડ) (૩) હૈદર હનીફમીંયા અરબ (રહે. જહુશા ટેકરો, પાણીગેટ દરવાજા સામે) (૪) સોહેબ મેહમૂદભાઈ દિવાન (૫) નાશીર ગુલામ નબી દિવાન (૬) હિંમતસિંહ રણજીતસિંહ પટેલ ( ત્રણેય રહે. રાજા-રાણી તળાવ પાસે) (૭) બાલુ ધોઢુરાવ આવડે (રહે સીટી પોલીસ સ્ટેશન ની બાજુમાં ) તથા (૮) શબ્બીર ઉસ્માનભાઈ મનસુરી (રહે. ચાબુક સવાર મહુલો જૂનીગઢી ) ને ઝડપી પાડયા હતા. પોલીસે કુલ ૪૯,૯૯૦ ની માતા કબજે કરી છે. જુગારધામનો સંચાલક જુગાર રમવા માટે આવતા ખેલીઓ પાસેથી એક રાતના એક હજારથી દોઢ હજાર રૃપિયા નાલ પેટે ઉઘરાવતો હતો.