વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો : પાંચ જુગારીઓ પકડાયા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો : પાંચ જુગારીઓ પકડાયા 1 - image


- ગાજરાવાડી વિશ્વકર્મા નગરમાં ચાલતા જુગારધામ પર પાણીગેટ પોલીસે દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે

વડોદરા,તા.9 ઓક્ટોબર 2023,સોમવાર

પાણીગેટ પોલીસ સ્ટેશન નો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ગાજરાવાળી વિશ્વકર્મા નગરમાં રહેતો પવન કુમાર રામ ગુલામ રાવત પોતાના ઘરમાં જુગારધામ ચલાવે છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા પાંચ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા 32,520 રૂપિયા તથા ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા 46,020નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (1) પવન કુમાર રામ ગુલામ રાવત (2) કલ્પેશ કંચનભાઈ ચુનારા (3) નરેશ ગણેશભાઈ ચુનારા (4) મુકેશ ઈશ્વરભાઈ ચુનારા તથા (5) ભરત ભગવાનદાસ કનોજીયા (તમામ રહેવાસી વિશ્વકર્મા નગર ગાજરાવાડી)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News