સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : દારૃની ૩૩૧ બોટલ કબજે
સ્થળ પરથી બે આરોપી ઝડપાયા : પાંચ વોન્ટેડ
વડોદરા,પ્રતાપ નગર વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૃની ૩૩૧ બોટલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રતાપ નગર યમુના મિલ ચાર રસ્તા પાસે વીમા દવાખાનાના કંપાઉન્ડમાં એસએમસીએ રેડ પાડીને વિદેશી દારૃની ૩૩૧ બોટલ કબજ ેકરી બે આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે, ડભોઇ રોડ વીમા દવાખાનાના કંપાઉન્ડમાં દારૃનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા દારૃની ૩૩૧ બોટલ કિંમત રૃપિયા ૩૩,૧૦૦ ની મળી આવી હતી. પોલીસે વાહનો, મોબાઇલ મળી કુલ રૃપિયા ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપી દેવેન્દ્ર ભાવસીંગ વણજારા તથા દેવેન્દ્ર રામસીંગ પરમાર ( બંને રહે. ગાજરાવાડી)ને ઝડપી પાડયા છે. જ્યારે આરોપી હસમુખ , મેહુલ , સંદિપ , મયૂર અને એક બાઇક ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે.