Get The App

વડોદરા: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાથી ચૂંટણીના પરિણામમાં કોઈ ફરક નહીં પડે

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
વડોદરા: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાથી ચૂંટણીના પરિણામમાં કોઈ ફરક નહીં પડે 1 - image


Image Source: Wikipedia

વડોદરા, તા. 13 માર્ચ 2024 બુધવાર

છોટાઉદેપુર પૂર્વ સાંસદ, પૂર્વ રેલવે રાજ્ય મંત્રી નારણ રાઠવા આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયો છું. હું બિનશરતી ભાજપમાં જોડાયો છું, મેં કોઈ દાવેદારી કરી નથી. ભાજપ મને ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા તૈયાર છું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની લોકસભાની ચૂંટણીના પરિણામો પર કોઈ અસર થવાની નથી. થોડા જ દિવસોમાં છોટાઉદેપુરના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાશે. આજે સી.આર. પાટીલ સાથે એ ચર્ચા કરી સમય માંગવા આવ્યો છું. કોંગ્રેસ ગુજરાત રાજ્યની 26માંથી એક પણ બેઠક જીતી શકશે નહીં. કોંગ્રેસ અને આપના ગઠબંધનથી રાષ્ટ્રીય કોઈ ફરક નહીં પડે.


Google NewsGoogle News