Get The App

સરકારે ૬૦ ટકા બ્લેક સ્ટોન ક્વોરી બંધ કરી દેતાં રાજ્યના ક્વોરી લીઝમાં ઉત્પાદન અને વેચાણ તા.૨ ઓક્ટોબરથી બંધ

અનિશ્ચિત મુદત સુધી ક્વોરી લીઝની હડતાળથી રાજ્યના વિકાસના કામોમાં થનારી અસર

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
સરકારે ૬૦ ટકા બ્લેક સ્ટોન ક્વોરી બંધ કરી દેતાં  રાજ્યના ક્વોરી લીઝમાં ઉત્પાદન અને વેચાણ તા.૨ ઓક્ટોબરથી બંધ 1 - image

વડોદરા, તા.29 સરકાર દ્વારા બે વર્ષ થવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા સમગ્ર રાજ્યના બ્લેકસ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રિઝે સરકાર સામે બાંયો ચડાવી છે. રાજ્યભરના ક્વોરી એસોસીએશનની દ્વારકા ખાતે મળેલી બેઠકમાં તા.૨ ગાંધી જયંતિથી અચોક્કસ મુદત માટે ક્વોરી ઉદ્યોગ બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યના તમામ જિલ્લાઓના બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશનના પ્રતિનિધિઓની મિટિંગ અગાઉ ગાંધીનગર ખાતે મળી હતી. આ મિટિંગમાં સરકારમાં છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ઇસીના કારણે રાજ્યમાં મોટા ભાગની લીઝના એટીઆર લોક કરી દેવામાં આવ્યા છે તેમજ અન્ય નાના મોટા કારણો દર્શાવી રોયલ્ટી પેપર પણ આપવાના બંધ કરી દેવામાં આવ્યા છે તે અંગે ગંભીર વિચારણ થઇ હતી. 

પ્રશ્નો અંગે ક્વોરી એસોસિએશન દ્વારા ત્રણ મહિના પહેલાં સરકારમાં લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સરકારને વધુ ૧૫ દિવસ આપવામાં આવ્યા હતાં. જો કે આ દિવસો દરમિયાન પણ સરકાર દ્વારા કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો ન હતો જેના પગલે ગઇકાલે ક્વોરી એસોસિએશનની જનરલ મિટિંગ દ્વારકા ખાતે મળી હતી. 

આ મિટિંગમાં રાજ્યના ૬૦ ટકા ક્વોરી લીઝના એટીઆર બ્લોક કરી દેવા અંગે સરકાર સામે ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા બંધ કરી દેવાયેલી ક્વોરીના સમર્થનમાં તમામ ક્વોરી લીઝો ચાલું કરવામાં ના આવે ત્યાં સુધી રાજ્યના તમામ ક્વોરી માલિકો તા.૨ ઓક્ટોબરથી અનિશ્ચિત મુદત સુધી વેચાણ અને ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો  હતો.




Google NewsGoogle News