વડોદરામાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો ચોમાસા અગાઉ લાભાર્થીઓએ ખાલી કરી દેવા જાહેર નોટિસ
image : Freepik
Dilapidated Housing in Vadodara : ગુજરાત હાઉસિંગ બોર્ડની જર્જરિત ઇમારતોના સમારકામની જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની નથી એટલું જ નહીં જે જર્જરિત થઈ ગયેલી ઇમારતો હોય તે ચોમાસા પૂર્વે ખાલી કરી દેવા માં આવે અને જો કોઈ ઈમારતનું રી-ડેવલપમેન્ટ કરવા માગતા હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડનું સંપર્ક કરવો તેવી જાહેર નોટિસ આપવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડની વડોદરા કાર્યક્ષેત્રની મિલકતો લાભાર્થીને સોપાયા બાદ તેની કોઈ જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની રહેતી નથી. જૂની અને જર્જરિત જણાતા અને ભયજનક હોય તેવી મિલકતો આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને વસવાટ બંધ કરી દેવો અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો વૈકલ્પિક વ્યવસ્થા અને મરામત અંગે જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની રહેશે નહીં. જર્જરિત 75 ટકા ખાલી મિલકતો અંગે રીનોવેશન બાબતે એસોસીએશનના પ્રમુખની સંમતિથી ગુજ.હા. બોર્ડ કાર્યવાહી કરવા તૈયાર થશે
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની વડોદરા વિભાગ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતી મિલકતો લાભાર્થીને સોપાયા બાદ જૂની અને પ્રાથમિક દ્રષ્ટિએ જરૂરી જણાતી ભયજનક જેનાથી મિલકતો લાભાર્થીઓએ ખાલી કરી દેવી. આ અંગે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જવાબદારી હાઉસિંગ બોર્ડની બનતી નથી. આવા મકાનોની આંતરિક જાળવણી અને કામગીરી જે મકાન ધારક હોય તેમણે જ કરવાની રહે છે તેમ જ તૈયારી મિલકતની દેખરેખ અને જા જાળવણીની ભાગીદારી લાભાર્થીઓ અને એસોસિએશનની રહે છે.
આ અંગે જીપીએમસી એક્ટ હેઠળ આવી યોજના અંતર્ગત જરૂરી અને ગણાતી મિલકતો અંગે હાઉસિંગ બોર્ડને તત્કાલ જાણ કરીને વસવાટ બંધ કરી દેવો જરૂરી છે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને દુર્ઘટના ટાળી શકાય એ અંગે તંત્ર દ્વારા શહેરની આવાસ યોજના-સોસાયટીને જર્જરિત જાહેર કરવામાં આવે અને તેમાં વસવાટ બંધ કરવામાં નહીં આવે તો અનિચ્છનીય બનાવ બનશે તો તે તમામ જવાબદારી લાભાર્થીની બને છે. જ્યારે જરીક અને ભયજનક આવા ખાલી કરેલ વસવાટ કરાવવાના થતા મકાનો સામે બોર્ડ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ નથી પરંતુ જો જર્જરિત મિલકતોના 75% જેટલા લાભાર્થીઓ સંમત થાય અને યોજનાના એસોસિએશન પ્રમુખ અથવા જવાબદાર પ્રતિનિધિએ રીનોવેશન અંગેની મંજૂરી બાબતે હાઉસિંગ બોર્ડને જણાવવાનું હોવા અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીએ જાહેર નોટિસ આપી જણાવ્યું છે.