Get The App

સીઆઇડી ક્રાઇમનો પીએસઆઇ 40 હજારની લાંચ લેતા ઝડપાયો

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
સીઆઇડી ક્રાઇમનો પીએસઆઇ 40 હજારની લાંચ લેતા ઝડપાયો 1 - image


જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ પરત કરવા માટે

ગાંધીનગર સહયોગ સંકુલના પાર્કિંગમાં જ એસીબી દ્વારા છટકું ગોઠવીને ઝડપી લેવામાં આવ્યો

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર-૧૧માં આવેલી સહયોગ બિલ્ડીંગમાં કાર્યરત સીઆઇડી ક્રાઇમની કચેરીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ગુનાના કામે જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ પરત કરવા માટે ૪૦ હજારની લાંચ લેતા નવસારી એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે અને તેની અટકાયત કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

રાજ્યના અલગ અલગ વિભાગોમાં સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા લાંચ લેવાની પ્રવૃત્તિ વધી રહી છે અને તેમાં પણ એસીબી દ્વારા અવારનવાર કાર્યવાહી છતાં આવા લાંચિયા અધિકારી કર્મચારીઓ સુધરવાનું નામ લેતા નથી ત્યારે નવસારી એસીબી દ્વારા ગાંધીનગરના સહયોગ સંકુલમાં સીઆઇડી ક્રાઇમના પીએસઆઇને ૪૦, હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે સુરત સીઆઇડી ક્રાઈમ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીનું કોમ્પ્યુટર,લેપટોપ,મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો જે મુદ્દામાલ છોડાવવા માટે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ તુલસીભાઈ ચાવડા દ્વારા ૫૦ હજાર રૃપિયાની માંગણી કરવામાં આવી હતી જે પેટે અગાઉ ૧૦ હજાર રૃપિયા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બાકીના ૪૦ હજાર ફરિયાદી આપવા માગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને તેના આધારે નવસારી એસીબીની ટીમ દ્વારા ગાંધીનગર સહયોગ સંકુલમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું જ્યાં પાકગની જગ્યામાં પીએસઆઇ જગદીશ ચાવડા ૪૦ હજાર રૃપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જેથી તેની અટકાયત કરીને એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ કરવામાં આવેલી આ ટ્રેપને પગલે લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફાફડાટ ફેલાઈ ગયો છે.


Google NewsGoogle News