કાર્યક્રમ કી તૈયારી કરો,ગોલીયા મત ગીનના..કોઇ બચકે ના જાય..ગણેશ પંડાલ પાસે રીલ બનાવનાર પકડાયો

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
કાર્યક્રમ કી તૈયારી કરો,ગોલીયા મત ગીનના..કોઇ બચકે ના જાય..ગણેશ પંડાલ પાસે રીલ બનાવનાર પકડાયો 1 - image

વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં ગણેશ પંડાલની પાસે ધારિયું લઇ નાચતા એક યુવકનો ડાન્સ સાથે ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ થતાં ગોત્રી પોલીસે ગુનો નોંધ્યો છે.

ગોત્રી વિસ્તારના વાયરલ થયેલા વીડિયોમાં ધારિયું લઇ દેખાતા યુવકે ગીતના શબ્દો સેટ કર્યા હતા.જે ગીતમાં કહેવાયું છે કે,કાર્યક્રમ કી તૈયારી કરો,ગોલીયા કોઇ મત ગીનના,આજ કોઇ બચકે ના જાય,આજ ઇન લોગોં કો યહીં મારેંગે ઓર ભઠ્ઠે મેં ડાલ કે ઇંટ પકાયેંગે.જે વીડિયોની પોલીસે તપાસ કરી હતી.

આ વીડિયો ગોત્રીના ગોકુલનગર ખાતેના ગણેશ પંડાલનો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.જેથી વધુ તપાસ કરી વીડિયો બનાવનાર અક્ષિતસિંહ રાજેન્દ્રસિંહ રાજ(ચંદ્ર મૌલેશ્વર નગર,ગોત્રી) સામે ગુનો નોંધ્યો હતો.આ વીડિયો તા.૧૭મીએ રાતે સાડા નવેક વાગ્યાના અરસામાં બનાવાયો હતો અને ડિલિટ પણ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News