વડોદરા કોર્પોરેશનની 17 જગ્યા માટે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરાઈ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની 17 જગ્યા માટે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરાઈ 1 - image


ઉમેદવારો તારીખ 19 સુધી વાંધા સૂચન રજૂ કરી શકશે

ઉમેદવારોની ઓએમઆર શીટની કોપી પણ વેબસાઈટ પર મુકાઈ 

વડોદરા, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સબ સેનેટરી ઇન્સ્પેકટરની 10 જગ્યા અને રેવન્યૂ ઓફિસરની 7 મળી કુલ 17 જગ્યા માટે તારીખ 11 ના રોજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓએમઆર શીટની સ્કેન કરેલી ઈમેજ કોપી કોર્પોરેશનની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. જે તારીખ 27 સુધી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. 

આ ઉપરાંત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ આન્સર કી બાબતે પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને જો કોઈ વાંધા સૂચન હોય તો તેઓ મ્યુની. કોર્પોરેશનની વેબસાઈટ પર રિક્રુટમેન્ટ સેક્શનમાં ઓનલાઇન વાંધા સૂચન તારીખ 13 થી તારીખ 19 સુધી રજૂ કરી શકશે. તારીખ 11 ના રોજ લેવાયેલી આ પરીક્ષામાં કુલ 1490 ઉમેદવારો ઉપસ્થિત હતા.સબ સેનેટરી ઇન્સ્પેકટર ની પરીક્ષામાં 4153 માંથી 1446 હાજર રહ્યા હતા, અને 2705 ગેરહાજર રહ્યા હતા. જ્યારે રેવન્યૂ ઓફિસરોની પરીક્ષામાં 177માંથી 44 હાજર રહ્યા હતા અને 133 ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર લેવાઈ હતી.સબ સેનેટરી ઈન્સ્પેકટરની જગ્યામાટે 4151 ઉમેદવારોની અરજી આવીહતી, જ્યારે રેવન્યૂ ઓફિસરની 7 જગ્યા માટે 177 મળી કુલ 4328 અરજી  આવી હતી.આ જગ્યા માસિક ફિક્સ વેતનથી ભરવામાં આવનાર છે.


Google NewsGoogle News