Get The App

એમ.એસ.યુનિ.માં પણ પરીક્ષામાં ચોરી બદલ રૃા.૧૦૦૦૦ સુધીનો દંડ થશે

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
એમ.એસ.યુનિ.માં પણ પરીક્ષામાં ચોરી બદલ રૃા.૧૦૦૦૦ સુધીનો દંડ થશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસેથી અત્યારે કોઈ પ્રકારનો દંડ લેવાતો નથી.જો વિદ્યાર્થીઓની ગેરરીતિ પૂરવાર થાય તો તેમને  તેમના ગુનાની ગંભીરતા પ્રમાણે એક પરીક્ષાથી માંડીને ૬ પરીક્ષા સુધી પરીક્ષામાં બેસવા દેવાતા નથી.

જોકે સરકારના કોમન યુનિવર્સિટી એકટની જોગવાઈઓ પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં ગેરીરતિ આચરવા બદલ ૧૦૦૦૦ રુપિયા સુધીનો દંડ ભરવો પડશે.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોએ કહ્યંુ હતું કે, કોમન એકટનું નોટિફિકેશન બહાર પડી ગયું છે ત્યારે આ જોગવાઈઓ વર્તમાન શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટીમાં પણ લાગુ પડી શકે છે.નવા નિયમોનો  વર્તમાન સત્રમાં લેવાનારી પરીક્ષાથી અમલ થવાની શક્યતા છે.

સરકારના કોમન એકટમાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની પરીક્ષાની સાથે-સાથે તેમની પાસેથી દંડ વસૂલવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.જેના કારણે વિદ્યાર્થીઓએ અલગ અલગ ચોરીના કિસ્સામાં દોષી પૂરવાર થાય તો ઓછામાં ઓછા ૨૫૦૦ રુપિયાથી માંડીને ૧૦૦૦૦ રુપિયા સુધીનો દંડ ભરવાની પણ તૈયારી રાખવી પડશે.

કોમન એકટની જોગવાઈ પ્રમાણ કયા કિસ્સામાં કેટલો દંડ

--પરીક્ષામાં કાપલી, પુસ્તક  સાથે પકડાનારા વિદ્યાર્થીની પરીક્ષા રદ કરવાની સાથે ૨૫૦૦ રુપિયા દંડ 

--કોઈ પણ પ્રકારના સાહિત્યમાંથી કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીને ૪૦૦૦ રુપિયા દંડ થશે

--વિદ્યાર્થી પાસેથી બીજા વિદ્યાર્થીની ઉત્તરવહી મળે તો ૫૦૦૦ રુપિયા, ઉત્તરવહીમાંથી લખાણ લખ્યું હશે તો ૫૦૦૦ રુપિયા દંડ થશે.જેની ઉત્તરવહી હશે તે વિદ્યાર્થીને પણ દંડ આપવો પડશે.

--સામૂહિક ચોરીના કિસ્સામાં તમામ વિદ્યાર્થીઓને ૧૦૦૦૦ રુપિયા દંડ 

--જો કોઈ વિદ્યાર્થી પોતાની ઉત્તરવહી વર્ગ બહાર લઈ જતા પકડાશે તો ૧૦૦૦૦ રુપિયા દંડ ભરવો પડશે

--મોબાઈલ ફોન સાથે પકડાયેલા વિદ્યાર્થીને ૫૦૦૦ રુપિયા અને ગેરરીતિ માટે મોબાઈલનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીને ૧૦૦૦૦ રુપિયા દંડ થશે

--વારંવાર ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીને પણ ૧૦૦૦૦ રુપિયાનો દંડ ભરવો પડશે

--ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકનારા વિદ્યાર્થીને ૪૦૦૦ રુપિયાનો દંડ કરાશે



Google NewsGoogle News