સાવલી તાલુકાના તુલસીપુરા પ્રા.શાળાનું નામ બદલવાની માંગ નહીં સંતોષાતા ઉપવાસ આંદોલન શરૂ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
સાવલી તાલુકાના તુલસીપુરા પ્રા.શાળાનું નામ બદલવાની માંગ નહીં સંતોષાતા ઉપવાસ આંદોલન શરૂ 1 - image


Vadodara News : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા ગામે આવેલી પ્રાથમિક શાળાનું મૂળ નામ બદલવા બાબતે જૂનું નામ કાયમ કરવા અંગે એક મહિના અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆત છતાં એક મહિના બાદ પણ કોઈ નિવેડો નહીં આવતા આ અંગે શરૂ થયેલા આંદોલન સ્વરૂપે ગામના અગ્રણીઓએ તુલસીપુરાના સરદાર ચોકમાં આજથી ઉપવાસ આંદોલન શરૂ કરવા અંગેની જાણ જિલ્લા વિકાસ અધિકારી સહિત તમામ સરકારી કચેરીઓમાં કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકાની તુલસીપુરાની પ્રાથમિક શાળાનું નામ રણોલા શાળા હતું પરંતુ કોઈ કારણોસર આ નામ બદલીને તુલસીપુરા પ્રાથમિક શાળા કરી દેવામાં આવ્યું છે. જેથી અગ્રણી ગ્રામજનોએ આ બાબતે શાળાનું જૂનું નામ પુનઃ કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારીને ગઈ તા.29-7-24મીએ લેખિત જાણ કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી આ બાબતે કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી. જેથી આજે ગામના અગ્રણીઓ મહેશભાઈ તળાવીયા સહિત અન્યએ એકત્રિત થઈને જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા કલેકટર તથા અન્ય અગ્રણી કચેરીઓએ લેખિતમાં આજથી ગામના સરદાર ચોકમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની લેખિત ચીમકી આપી છે.


Google NewsGoogle News