Get The App

વડોદરા RTO ઇન્સ્પેક્ટરોનું વિરોધ પ્રદર્શન : કાળી પટ્ટી પહેરી કામગીરી કરી

રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શનનો પહેલો દિવસ, જો માગ સ્વીકારવામાં નહી આવે તો સૂત્રોચ્ચાર, ઘંટનાદ અને માસ સીએલ જેવા કાર્યક્રમો આપશે

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
વડોદરા RTO ઇન્સ્પેક્ટરોનું વિરોધ પ્રદર્શન : કાળી પટ્ટી પહેરી કામગીરી કરી 1 - image


વડોદરા : રાજ્યભરમાં આરટીઓમાં ફરજ બજાવતા પ્રોબેશન આરટીઓ ઇન્સપેક્ટરો, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો સહિતના ટેકનિકલ અધિકારીઓએ આજે રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શનમાં વડોદરાના આરટીઓ કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો અને કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરી હતી. ટેકનિકલ અધિકારીઓની વિવિધ ૧૪ માગણી વર્ષોથી સ્વીકારવમાં આવતી નહી હોવાથી હવે આ અધિકારીઓ હડતાલના મુડમાં છે.

૧૦ વર્ષથી પ્રોબેશન પર ફરજ બજાવે છે હજુ સુધી કાયમી નથી કરાયા

ટેકનિકલ અધિકારીઓનું કહેવું છે કે 'વડોદરા આરટીઓમા ૪૦થી વધુ ટેકનિકલ અધિકારીઓ ફરજ બજાવે છે. તેઓ ૧૦ વર્ષથી પ્રોબેશન ઉપર જ છે તેઓને કાયમી કરવામાં આવતા નથી. આ ઉપરાંત પ્રમોશન પ્રક્રિયાનો લાભ નથી અપાતો, ચેકપોસ્ટ ખાતે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા નથી હોતી, વાહન ડીટેઇન કર્યા બાદ તેને રાખવાની જગ્યા નથી હોતી, વજનકાંટો નથી હોતો આ મુળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ટેસ્ટ ટ્રેકમાં જૂની સિસ્ટમ જ ઉપયોગમાં લેવાતી હોવાથી વારંવાર બગડી જાય છે અને અરજદારોને મુશ્કેલી સર્જાય છે આવા સંજોગોમાં અરજદારો અને ઇન્સ્પેક્ટરો સાથે સીધુ ઘર્ષણ થાય છે.

આ પ્રકારની વિવિધ ૧૪ માગણીઓ છે જે સ્વીકારવામાં આવતી નથી એટલે ટેકનિકલ અધિકારીઓના એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે આજે પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો જો માગ સ્વીકારવામાં નહી આવે તો હવે સૂત્રોચ્ચાર, ઘંટનાદ, માસ સીએલ અને ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી આરટીઓ કર્મચારીઓ એકઠા થઇને વિરોધ પ્રદર્શન કરશે.


Google NewsGoogle News