mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પૂર્વ બીએસએનએલ એમ્પ્લોય દ્વારા પોતાના રિવાઇઝ પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન

Updated: Jul 2nd, 2024

પૂર્વ બીએસએનએલ એમ્પ્લોય દ્વારા પોતાના રિવાઇઝ પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન 1 - image


2017 થી પોતાના રિવાઇઝ પેન્શનને લઈને અનેક ધારણા પ્રદર્શન પૂર્વ બીએસએનએલ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. સરકારને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં સરકારના કાને તેઓની રજૂઆત ન પડતા તેમને પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં જારી રાખ્યો છે. 

પૂર્વ બીએસએલ કર્મચારીઓના રિવાઇસ પેન્શન નો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે, તેમજ કોર્ટ દ્વારા તેઓને 90 થી 120 દિવસમાં પૂર્વ બીએસએલ કર્મચારીઓને રિવાઇઝ પેન્શન ની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે જે ન થતાં તેઓને કન્ટેન્ટ ઓફ કોર્ટ નો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે. વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ બીએસએનએલ ઓફિસની પ્રાંગણમાં પૂર્વ કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં પૂર્વ કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

આજ દિન સુધી પૂર્વ bsnl કર્મચારીઓ ને રિવાઇઝ પેન્શન ના નામે ધર્મના ધક્કા મળી રહ્યા છે  લોકસભા ઇલેક્શન પહેલા સરકાર દ્વારા પૂર્વ બીએસએલ કર્મચારીઓને આ સ્વસ્થ કર્યો હતો કે તેઓની વહેલી તકે રીવાઈઝ પેન્શન ના પ્રશ્નો નું નિરાકરણ આવશે ઇલેક્શન બાદ આજ દિન સુધી તેમ ન આવતા પૂર્વ bsnl કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

Gujarat