ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને જર્જરિત મકાનો અંગે નોટિસો આપતા વડોદરામાં કોર્પોરેશનની ઓફિસ ખાતે મોરચો

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને જર્જરિત મકાનો અંગે નોટિસો આપતા વડોદરામાં કોર્પોરેશનની ઓફિસ ખાતે મોરચો 1 - image


Vadodara Corporation Notice : વડોદરાના ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા દ્વારા નોટિસ ફટકારતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. 

વડોદરાના ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના  રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા વહીવટી વોર્ડ નંબર 9 દ્વારા નોટિસ પાઠવી જર્જરિત મકાન તાત્કાલિક અસરથી સમારકામ કરવાની નોટિસ આપેલી અન્યથા પાણી ડ્રેનેજ તેમજ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે તે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરને 90 દિવસના સમયગાળામાં અમો કામ પૂર્ણ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી રજૂ કરીશું તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી પણ મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ અર્થે બહારગામ ગયા હોવાથી તથા પોતાનો ચાર્જ કોઈને સોપ્યો ન હોવાથી તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આખરે તેઓએ પોતાની રજૂઆત અને આવેદનપત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિને સુપ્રત કરવામાં આવ્યું હતું. 

ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને જર્જરિત મકાનો અંગે નોટિસો આપતા વડોદરામાં કોર્પોરેશનની ઓફિસ ખાતે મોરચો 2 - image

હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર વીરેન રામીની આગેવાનીમાં જણાવ્યું હતું કે, આઈપીસીએલ કંપનીના CISF જવાનો અને અધિકારીઓ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 140 થી વધુ આવાસો ફાળવેલા હતા કે જેનું હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જ્યારે આઈપીસીએલનું સંચાલન હતું ત્યારે તમામ મકાનના મેન્ટેનન્સ પેટે ફ્લેટના એસોસિએશનને રકમ ચૂકવવામાં આવતી હતી પરંતુ 2002 પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ IPCL કંપની ખરીદી લીધા બાદ સદર આવાસોના મેન્ટેનન્સ પેટેની રકમ ચૂકવવામાં આવેલ નથી. તેમજ આ મકાનના બારી અને દરવાજા તૂટેલા હોવાથી જીવજંતુઓ, પક્ષીઓ તેમજ પ્રાણીઓ વસવાટ કરે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદનું સીધું પાણી ઘરમાં પ્રવેશે છે જેને લીધે રોગચાળો ફેલાવવાનો પણ ભય રહેલ છે.


Google NewsGoogle News