સયાજીપુરા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લિફ્ટની અધૂરી કામગીરી અંગે કોન્ટ્રાક્ટર પાસે પૂર્ણ કરાવવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
સયાજીપુરા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લિફ્ટની અધૂરી કામગીરી અંગે કોન્ટ્રાક્ટર પાસે પૂર્ણ કરાવવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 13 માર્ચ 2024 બુધવાર

વડોદરા કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસીંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોજે, સયાજીપુરા ટી.પી-૦૨, એફ.પી-૫૩/૨ના પ્લોટ પર રેસીડેન્સીઅલ ભાગમાં ૪૩૪ LIG આવાસોના કામે અગાઉ મંજુર નક્શા મુજબ રેસીડેન્સીઅલ ટાવરમાં ૧૫ લિફ્ટ પૈકી ઇજારદાર મે.ડી.આર. પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. દ્વારા ફક્ત ૧૦ લીફ્ટ નાંખતા તેઓના ખર્ચે અને જોખમે બાકી પાંચ લિફ્ટ ઇન્સ્ટોલ કરવા ઇજારદાર ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી દ્વારા ઓફર ભરેલ. રૂ.૬૫,૦૦,૦૦૦ના ભાવપત્રને મંજુરી આપવાની તેમજ ઇજારદાર ડી.આર. પટેલ ઇન્ફ્રા. વડોદરા દ્વારા સ્થળે રેસીડેન્સીઅલ ટાવરમાં બેસાડેલ કુલ ૧૦ લીફ્ટોનું મેઇન્ટેનન્સ ન કરવાના કિસ્સામાં તેઓના ખર્ચે અને જોખમે લિફ્ટ કંપની ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. પાસે ક્વોટેશન મુજબ તા.૧૩-૦૮-૨૦૨૩થી તા.૧૨-૦૩-૨૦૨૬ સુધી લિફ્ટ નિભાવણી કરવા કુલ રૂ.૧૭,૯૬,૩૭૩ મળી કુલ રૂ.૮૨,૯૬,૩૭૩ના ભાવને મંજુર કરવા તેમજ ખર્ચ ઇજારદાર ડી.આર. પટેલ.ઇન્ફ્રા. વડોદરા મહાનગર પાલિકામાં જમા/ જપ્ત અનામત/ ડીપોઝીટની રકમ રૂ.૯૪,૬૮,૫૭૧માંથી કરવાની મંજુરી આપવાની સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તેમજ યોજનાની આનુષાંગિક કામગીરી પૂર્ણ કરવાની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત કરવાની કરવાની આવેલી ભલામણ જોવાઇ તેને મંજુરી આપવા જણાવવામાં આવ્યું છે.

એફોર્ડેબલ હાઉસીંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમાવિષ્ટ કરેલ પ્લોટ ટી.પી.-૨, એફ.પી.-૪૫ મોજે સયાજીપુરા ખાતે હાઇરાઇઝ/ લોરાઇઝ ફ્લેટ ટાઇપ EWS-II (Economic Weaker Section) પ્રકારના ૧૭૫ આવાસો (કાર્પેટ એરીયા ૭૦૦૦ ચો.મી.) બનાવવા માટેના ટેન્ડર અન્વયે પ્લાનીંગ, ડિઝાઇનીગ અને બાંધકામ કરવાના કામે ઇજારદાર મે.ગુપ્તા કન્સ્ટ્રક્શન, અંકલેશ્વરના નેટ અંદાજીત રકમ રૂ.૧૩,૨૮,૦૦,૦૦૦થી ૪૭.૫૯% વધુ મુજબના રૂ.૧૯,૬૦,૦૦,૦૦૦ના ભાવપત્રને મંજુર કરવાની તેમજ પ્રોજેક્ટના આયોજન, અમલીકરણ અને એલોટમેન્ટ સુધીની કામગીરી કરવાની તેમજ પ્રોજેક્ટમાં જરૂરી આનુસંગીક તમામ પ્રકારના ફેરફાર કરવાની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત કરવાની આવેલી ભલામણ જોવાઇ તેને મંજુરી આપવા સ્થાયી સમિતિમાં દાદ માગવામાં આવી છે.


Google NewsGoogle News