લો કોલેજોમાં એલએલબીની પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ નથી, ABVPના કલેકટર કચેરી ખાતે દેખાવો

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
લો કોલેજોમાં એલએલબીની પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ નથી, ABVPના કલેકટર કચેરી ખાતે દેખાવો 1 - image


Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટી સહિત રાજ્યની તમામ સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોમાં એલએલબીની પ્રવેશ કાર્યવાહી હજી શરૂ થઈ નથી અને તેને લઈને આજે એબીવીપીએ કલેકટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા.

એબીવીપીએ કહ્યું હતું કે, એલએલબીની પ્રવેશ પ્રક્રિયા વહેલી તકે ચાલુ કરવામાં આવે. કારણકે હવે તો ઓગસ્ટ મહિનો પણ પૂરો થવા આવ્યો છે. સાથે-સાથે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણો પ્રમાણે અધ્યાપકોની ભરતી કરવામાં આવે તેમજ આ કોલેજોમાં સરકારી પ્રતિ વિદ્યાર્થીને અપાતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે.

એબીવીપીએ રજૂઆત કરતા કહ્યું હતું કે, અર્ધ સરકારી કોલેજોના પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ આવી રહ્યો નથી. ગત વર્ષે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતા સરકારે કોઈ કાર્યવાહી કરી નથી.


Google NewsGoogle News