હરણી દુર્ઘટના ફરાર આરોપીઓના વોરંટ મેળવવાની કાર્યવાહી
ફરાર આરોપીઓના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવતી પોલીસ
વડોદરા,હરણી લેક ઝોન દુર્ઘટનામાં પોલીસે હજી સુધી નાસતા ફરતા છ આરોપીઓના ધરપકડ વોરંટ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની અલગ - અલગ ટીમો વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસ કરી રહી છે.
૧૨ માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓનો ભોગ લેનાર બોટ દુર્ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને ઝડપી પાડયા છે. પરંતુ, હજી સુધી છ આરોપીઓ નાસતા ફરે છે. પોલીસે તેઓના સીઆરપીસી ૭૦ મુજબના વોરંટ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડાયેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી છે. જ્યારે આ ગુનાના ફરાર આરોપીઓના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવામાં આવી રહી છે. તે વિગતો આવ્યા પછી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.