વડોદરામાં ભાડા કરાર વગર મકાન આપતા 20 મકાન માલિકો સામે કેસઃ27 ઓક્ટોબર સુધી ઝુંબેશ
વડોદરાઃ શહેરમાં ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપતા મકાન માલિકો અને ભાડવાત સામે પોલીસે ઝુંબેશ ઉપાડી છે.
ભાયલીમાં ગેંગરેપના બનેલા બનાવમાં મકાનોમાં ભાડે રહેતા પરપ્રાંતીય હવસખોરોની સંડોવણી ખૂલતાં પોલીસે આવા તત્વોને મકાનો આપનાર મકાન માલિકો સામે તપાસ કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યના પોલીસ વડાએ તા.૧૩ થી ૨૭ ઓક્ટોબર સુધી ભાડા કરાર વગર મકાનો ભાડે આપનાર માલિકો અને ભાડવાત સામે કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવની સૂચના આપી છે.જેથી વડોદરા પોલીસે આજે જુદીજુદી ટીમો બનાવી મકાનો ચેક કર્યા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ટીમોએ વિવિધ વિસ્તારોમાં એક દિવસમાં ૩૪૩ મકાનો ચેક કર્યા હતા.જેમાં ૨૦ મકાનના માલિકોએ ભાડાકરારની પોલીસને જાણ નહિ કરી હોવાનું જાણવા મળતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.