વડોદરામાં વરસાદ બાદ બરાનપુરા સબ ડિવિઝન અંતર્ગત વિસ્તારોમાં લાઈટ જવાની સમસ્યા વકરી

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વરસાદ બાદ બરાનપુરા સબ ડિવિઝન અંતર્ગત વિસ્તારોમાં લાઈટ જવાની સમસ્યા વકરી 1 - image


Vadodara News : ગતરોજ શહેરમાં વીજળીના કડાકા સાથે થયેલ વરસાદ બાદ બરાનપુરા સબ ડિવિઝન આવતા વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી વીજ પ્રવાહ ખોવાઈ ગયો હતો. જેથી નાગરિકો હેરાન થયા હતા. અહીં અંદાજે સાંજે 7.30 કલાકે લાઇટો ડૂલ થઈ ગઈ હતી. અહીં આવેલા ખારવાવાડ, મદનઝાપા રોડ, ઉપલા ફળિયા, સુલતાનપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં અંધકાર છવાયો હતો. કલાકો સુધી વીજ પ્રવાહ યથાવત ન થતા નાગરિકો અકળાયા હતા અને તે પૈકી કેટલાક રજૂઆત કરવા માટે બરાનપુરા સબ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા. નાગરિકોએ જણાવ્યું હતું કે, વારંવાર બરાનપુરા સબ ડિવિઝનમાં જ તકલીફ ઊભી થતી હોય છે, શહેરના અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો યથાવત છે. અંદાજે રાત્રે 11:30 કલાકે વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.



Google NewsGoogle News