Get The App

ડુપ્લિકેટ ઓઇલની ફેક્ટરી ચલાવતા બંને ભાઇઓની પાછળ સિન્ડિકેટ કામ કરતી હોવાની આશંકા

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News

વડોદરાઃડુપ્લિકેટ ઓઇલની ફેક્ટરી ચલાવતા  બંને  ભાઇઓની પાછળ સિન્ડિકેટ કામ કરતી હોવાની આશંકા 1 - image બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ ઓઇલ તૈયાર કરી બજારમાં વેચતા બે ભાઇઓ પકડાઇ જતાં એસઓજી દ્વારા સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.બંને ભાઇઓ  પાછળ કોઇ સિન્ડિકેટ કામ કરી રહી છે કે કેમ તે મુદ્દો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

રાજમહેલરોડ કુમેદાન ફળિયામાં રહેતા મોહસીન મસકવાલા અને યાસિન મસકવાલા  બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ ઓઇલના ડબ્બા, બોટલ અને પાઉચ તૈયાર કરી વેચતા હોવાની વિગતોને પગલે એસઓજીના પીઆઇ વીએસ પટેલ અને ટીમે દરોડો પાડી મિનિ ફેક્ટરી ઝડપી પાડી હતી.

પોલીસે બંને ભાઇઓ પાસેથી ૨હજાર થી વધુ તૈયાર પાઉચ,૧૦૬૫લીટર લૂઝ ઓઇલ તેમજ બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીકર્સ, પેકિંગ મશીન સહિતની મત્તા કબજે કરી હતી.

પોલીસ કમિશનરે આ પ્રકરણમાં ઉંડાણ પૂર્વક તપાસ કરવાની સૂચના આપતાં એસઓજીએ જુદીજુદી ટીમો બનાવી છે.આ ટીમો નેટવર્કની તપાસ કરશે અને કોઇ ફાઇનાન્સર છે કે કેમ તે મુદ્દે પૂછપરછ કરશે.

આ ઉપરાંત પોલીસ દ્વારા બ્રાન્ડેડ કંપનીઓના સબંધિત અધિકારીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે પણ ઓઇલ ડુપ્લિકેટ હોવાનું સમર્થન આપતાં પોલીસ કોપીરાઇટનો ગુનો નોંધશે.બંને ભાઇઓ સ્ટીકર્સ ક્યાં બનાવતા હતા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News