વડોદરામાં ખાનગી અખબારના તંત્રી અને રિપોર્ટરને બુટલેગરની ધમકી
- માંજલપુર પોલીસ બુટલેગરને બચાવવા મેદાને : આરોપીના પૂરેપૂરા નામ સરનામા હોવા છતાં અધૂરું નામ અને ત્રણ પૈકી માત્ર એક જ સામે ગુનો દાખલ કર્યો
વડોદરા,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
વડોદરાના માંજલપુર વિસ્તારમાં બેફામ બનેલા બુટલેગરે એક ન્યુઝ પેપરના રિપોર્ટર અને તંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રિપોર્ટરે પોલીસને બુટલેગરનું આખું નામ લખાવ્યું હોવા છતાં પોલીસે બુટલેગરને બચાવવા માટે અધૂરા નામ દર્શાવી ફરિયાદ દાખલ કરી દીધી હતી.
માણેજા તુલસી વાટિકા સોસાયટીમાં રહેતા આશિષ બારોટ અખબારના તંત્રી છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત પાંચમી તારીખે મારા અખબારમાં કામ કરતો રિપોર્ટર ઋષિ મનોજભાઈ વ્યાસ રહેવાસી મારૂતિ ધામ સોસાયટી માંજલપુરને ગામડ નામના આરોપીએ ફોન કરીને તુલસીધામ ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો. જેથી ઋષિ ત્યાં જતા તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો જેની અદાવત રાખી ગામડે મને ફોન કરી ગાળો બોલે ઉઠાવી લેવાની અને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ આશિષ બારોટે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ પોલીસે માત્ર અરજી સ્વરૂપે લીધી હતી અને તેમાં ગામડનું પૂરેપૂરું નામ સરનામું તેમજ કેતન સોની અને સંજય ચૌહાણના પણ નામો આરોપી તરીકે લખાવ્યા હતા તેમ છતાં પોલીસે દારૂના ધંધા માટે ફાઇનાન્સ કરના સહિત બેને આરોપી બનાવ્યા જ નથી.