તહેવારોની રજામાં ખાનગી ડોક્ટરોના ક્લીનીકો બંધઃસિવિલ 24 કલાક ચાલુ
આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ હાજર રહેતો નથી ત્યારે
વાયરલ અને વાહકજન્ય રોગચાળાની સ્થિતિ વચ્ચે દિવાળી ટાળે આરોગ્યની સેવાઓ મેળવવી મુશ્કેલ
સિવિલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક સારવાર વિભાગ ચલાવવાની સાથે
સાથે રજા સિવાયના દિવસોમાં ઓપીડી પણ નિયમીત કાર્યરત રહે તે અંગેની વ્યવસ્થા ગોઠવી દેવામાં
આવી છે. પરંતુ ગાંધીનગર શહેર તથા જિલ્લામાં ખાનગી પ્રેક્ટીસ કરતા તબીબો પૈકી મોટાભાગના
ખાનગી ડોક્ટરોે દિવાળીની રજામાં ફરવા જતા રહ્યા છે. જેથી તહેવારો દરમિયાન મોટાભાગના
પ્રાઇવેટ ક્લિનીકો બંધ રહેશે.
બિન આરોગ્યપ્રદઋતુને કારણે એક બાજુ વાયરલ અને વાહકજન્ય
બિમારીઓ તો બીજીબાજુ દિવાળીના પર્વ પણ
ચાલી રહ્યા છે આવી સ્થિતિમાં ગાંધીનગરમાં ડોક્ટરોની અછત ઉડીને આંખે વળગશે.
મોટી દુર્ઘટના કે રોગચાળાની સ્થિતિમાં
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી ડોક્ટરો આરોગ્યની સેવા માટે પ્રર્યાપ્ત
નથી.જેના પગલે ગાંધીનગર કોર્પોરેશન તથા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ હેલ્થ
સેન્ટર અને આરોગ્ય કેન્દ્રોના તબીબોને દિવાળીના તહેવારો દરમિયાન હાજર રહેવા માટે
આદેશ કરવામાં આવ્યો છે પરંતુ દર વખતની જેમ આ આદેશનું પાલન કોઇ પણ આરોગ્ય
કેન્દ્રોમાં થશે નહીં અને આરોગ્યની સેવા માટે ગ્રામજનોને ટળવળતું ગાંધીનગર
સિવિલમાં જ લાંબુ થવું પડશે.