એનડીપીએસના ગુનામાં સજા ભોગવતા કેદીનું સયાજીમાં મોત
છાતીમાં દુખાવો થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
વડોદરા ગુનામાં સજા ભોગવતા કેદીને છાતીમાં દુખાવો થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
વડોદરા સેન્ટ્રલ જેલના કેદી લાલસીંગ સેગજીભાઇ વસાવા ( ઉં.વ.૪૫) નું મૂળ વતન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી ગામ છે. તેની સામે વર્ષ - ૨૦૨૦ માં સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ ચાલી જતા રાજપીપળાની અદાલતે તા. ૦૬ - ૧૦ - ૨૦૨૩ ના રોજ ૧૦ વર્ષની સખત કેદની સજા કરી હતી. કેદીને સજા ભોગવવા માટે રાજપીપળા જેલથી વડોદરા જેલમાં ઓક્ટોબર - ૨૦૨૩ માં શિફ્ટ કરવામાં આવ્યો હતો. કેદીની તબિયત બગડતા તેને સારવાર માટે ગઇકાલે બપોરે એક વાગ્યે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત થતા રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.