વડોદરા મધ્યસ્થ જેલમાં ફોન વાપરતો કેદી ઝડપાયો

પાંચ દિવસ પહેલા ચાર કેદીઓ સામે ગુનો દાખલ થયો હતો

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
વડોદરા મધ્યસ્થ જેલમાં ફોન વાપરતો કેદી ઝડપાયો 1 - image

વડોદરા,જેલના વધુ એક કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા જેલર દ્વારા કેદી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

 વડોદરા મધ્યસ્થ જેલના હવાલદાર કુકાભાઇએ મળેલી  માહિતીના આધારે ઝડતી સ્કવોડના સ્ટાફ સાથે યાર્ડ -૭ બેરેક નંબર - ૩ માં તપાસ કરી હતી. કાચા કામના કેદી તોસીફખાન ઇમરાનખાન પઠાણને ચેક કરતા તેણે કમરના ભાગે સંતાડી રાખેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલ ફોનમાં બેટરી, સીમકાર્ડ પણ હતા. જેથી,ડયૂટિ જેલર એસ.એચ.વસાવા દ્વારા કાચા કામના કેદી તોસીફખાન સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા  પણ યાર્ડ નંબર ૧ માં જતા શૌચાલયની બાજુમાં ખૂણામાં ઉભો રહીને કાચા કામનો કેદી ફૈઝલ અયુબભાઈ ઘાંચી ફોન પર વાતચીત કરતા ઝડપાઇ ગયો હતો. જે અંગે ચાર કેદીઓ ફૈઝલ ઘાંચી,અલ્પેશ ભીખાભાઈ માછી, ઇસ્માઈલ પીન્ટુ ઈબ્રાહીમભાઇ ખોખર તથા અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી સામે ફરિયાદ નોંધાઇ  હતી.


Google NewsGoogle News