પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ નગરના સંતદ્વારથી શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુક્યો
એક લાખથી વધુ હરિભક્તો ની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામીજન્મ શતાબ્દી મહોત્સવનો ભવ્ય શુભારંભ
આજે હું એક પ્રધાનમંત્રી તરીકેની પરંતુ પ્રમુખસ્વામી મહારાજના પુત્ર તરીકે અહીં આવ્યો છું: નરેન્દ્ર મોદી
અમદાવાદ
એક લાખથી વધુ હરિભક્તો ની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામીજન્મ શતાબ્દી મહોત્સવનો ભવ્ય શુભારંભ
સમગ્ર ગુજરાતમાંથી એક લાખથી વધારે હરિભક્તો હાજર રહયા: બીએપીએસના એક હજારથી વધુ સંતો હાજર રહયા
ફિલ્મના કલાકારોથી લઈને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા: 80 હજારથી વધુ સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયા
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ઓગણજ સર્કલ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ નગર નું ઉદ્દઘાટન કરીને નગર પ્રજા સમક્ષ ખુલ્લુ મુકવામા આવ્યું હતુ. આ પ્રસંગે.તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી મહારાજ નગરની મુલાકાત લીધી હતી..
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દીના ઉદ્ઘાટન સમારોહમાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે તે એક પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ એક દીકરા તરીકે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અંજલી આપવા આવ્યા છે. તેમણે પ્રમુખસ્વામી મહારાજ સાથેના અનેક સંસ્મરણો યાદ કર્યા હતા અને કહ્યું હતું કે આજે પણ તેઓ પ્રમુખસ્વામી મહારાજને ખૂબ જ યાદ કરે છે અને તેમની કમી અનુભવે છે. તેમણે સંબોધનમાં કહ્યું કે જ્યારે જ્યારે કોઈ મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે તે પ્રમુખસ્વામી મહારાજને યાદ કરતા હતા અને તેમને ચોક્કસપણે મળતા હતા. પ્રધાનમંત્રી એ કહ્યું કે તેમની મુલાકાત દરમિયાન એક સાહજિકતા રહેતી હતી.
ગાંધીનગર અક્ષરધામ પર થયેલા હુમલા સમયે પ્રમુખસ્વામી મહારાજ દાખવેલી કરુણા ને કારણે ગુજરાત એક મોટા જોખમમાંથી બહાર આવ્યો તે પ્રસંગ ને તેમણે યાદ કર્યો હતો. 40 વર્ષના સંબંધોમાં અનેકવાર ના પ્રમુખસ્વામી મહારાજ સાથેના સંસ્મરણ તેમણે યાદ કર્યા હતા. કચ્છ ધરતીકંપ સમયે નરેન્દ્ર મોદી એક સેવક તરીકે ભુજમાં કામ કરતા હતા ત્યારે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર ભુજમાં કઈ રીતે કામગીરી કરી હતી અને લોકોની નાનામાં નાની તકલીફોને યાદ કરી હતી તે વાત પણ નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કરી હતી.
પ્રમુખસ્વામી મહારાજ છેલ્લા 40 વર્ષથી તેમને દર વર્ષે કુર્તા પાયજામા નું કાપડ મોકલતા હતા જે પરંપરા આજે મહંત સ્વામી એ પણ યથાવત રાખી છે. દિલ્હી અક્ષરધામ ની વાત કરતા તેમણે ઉલ્લેખ કર્યો કે પ્રમુખસ્વામી મહારાજ માત્ર ગુરુજની પરંતુ એક આદર્શ શિષ્ય પણ હતા. યોગીજી મહારાજે યમુના કિનારે અક્ષરધામ બનાવવાનો સંકલ્પ કર્યો તે એક શિષ્ય તરીકે પ્રમુખસ્વામી મહારાજે પૂર્ણ કર્યો જે માટે તેમણે તથા પ્રયત્ન કર્યાના નરેન્દ્ર મોદી સાક્ષી છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન જોઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ કાર્યક્રમ બાદ નવી પેઢીમાં સંસ્કાર નું સંચાલન થશે અને ઇતિહાસ પણ રચાશે.
પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપતા કહ્યું હતું કે ગુરુ હરી પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે ઋણ ચૂકવવાનો આ અનેરો અવસર છે અને જ્યારે ખુદ પ્રધાનમંત્રી એક પુત્ર તરીકે આવતા હોય તે જ બતાવે છે કે પ્રમુખસ્વામી મહારાજ સર્વે જીવો માટે એક સાચા સંત અને માર્ગદર્શક છે.
તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે બીજીવાર સત્તા સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ જાહેર સભા છે અને તે ધન્યતા અનુભવે છે કે પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દીની સાથે તેમની સરકારની શરૂઆત થઈ છે.
બોક્સ
પ્રમુખ સ્વામી મહારાજ નગરની આસપાસના 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં સ્વયસેવકોએ ટ્રાફિક નું સંચાલન કર્યું
અમદાવાદ,
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં સ્વયંસેવકો સાથે 2 લાખથી વઘારે લોકો ની ઉપસ્થિતિ હતી. આ સમયે 700થી પોલીસ સ્ટાફ ની જરૂર પડે તેમ હોય છે. ત્યારે બીએપીએસના 1000 થી વધારે સ્વય સેવકોએ પ્રમુખ સ્વામી નગર ની આસપાસ ના તમામ રસ્તા પર સતત 12 કલાક સુધી સેવા આપીને ટ્રાફિક નું અભૂતપૂર્વ સંચાલન કર્યું હતું. જેના કારણે પોલીસ પર કામનું ભારણ ઘટ્યું હતું.
બીએપીએસ દ્વારા મુખ્ય સમારોહમાં 1.25 લાખ ફૂડ પેકેટ અપાયા
અમદાવાદ, બુધવાર
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવન મુખ્ય ઉદ્દઘાટન સમારોહમાં એક લાખથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહયા હોવાથી સાંજના સમયે જમવાની મુશ્કેલી ન પડે તે માટે સંસ્થા દ્વારા સવા લાખ કરતા પણ વધારે ફૂડ પાર્સલ તૈયાર કરવામાં આવ્યા હતા. જે દરેક હરિભક્તો ને નગરમાં પ્રવેશ સમયે જ આપી દેવામાં આવી હતી.
પ્રમુખસ્વામી મહોત્સવનું 100થી વધુ દેશો માં જીવંત પ્રસારણ કરાયું
અમદાવાદ, બુધવાર
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરોડો લોકો નિહાળી શકે તે માટે બીએપીએસ દ્વારા 100 થી વધુ દેશોમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર ના ઉદઘાટન સમારોહનું જીવંત પ્રસારણ વિવિધ સોશિયલ મીડિયા દ્વારા કરાયું હતું.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો સંકલ્પ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કર્યો
અમદાવાદ, બુધવાર
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની આ છેલ્લી ઉજવણી અમદાવાદ ખાતે થઈ રહી છે ત્યારે આ ભવ્ય ઉજવણી નો સંકલ્પ મહંત સ્વામી મહારાજે કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજનો સમાજ પર અનેક ઉપકાર છે. ત્યારે એમની જન્મ શતાબ્દીનો ઉત્સવ ભવ્યાતિભવ્ય રીતે કરવો છે. જે બાદ સતત પાંચ વર્ષ આ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત, મુંબઈ અને રાજકોટ માં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે આજથી શરૂ થતો શતાબ્દી મહોત્સવ છેલ્લો છે .
ભુજથી પાંચ હજાર થી હરિ ભક્તો ખાસ આવ્યા
અમદાવાદ, બુધવાર
રૃપિયા
ગુજરાતમાં ધરતીકંપ સમયે ભૂજ અને આસપાસના વિસ્તારમાં બધું જ પાયમાલ થઇ ગયું હતું પણ પ્રમુખ સ્વામી મહારાજ થકી અમે જીવી ગયા અને અમારા જીવનને નવી દિશા મળી. બાપાના ઉપકાર એટલા છે કે એમની સેવાનો માટે એક જન્મ ઓછો પડે. આ શબ્દો છે ભૂજથી આવેલા પાંચ હજાર થી હરિભક્તોના. તેમણે જણાવ્યું કે બાપાએ કરેલા ઉપકાર એટલા છે કે ધરતીકંપના મહિનાઓ સુધી એક માતા કે પિતા ની જેમ કાળજી લેતા હતા. તો અનેક લોકો ને પગભર બનાવ્યા છે. ભૂજ થી ખૂબ મોટી સંખ્યા માં સેવા માં પણ જોડાયા છે