નવરાત્રીમાં અવાજનું પ્રદૂષણ વકરે નહીં તે માટે રજૂઆત

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
નવરાત્રીમાં અવાજનું પ્રદૂષણ વકરે નહીં તે માટે રજૂઆત 1 - image

વડોદરાઃ વડોદરા નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબા આયોજકો દ્વારા અવાજનું પ્રદૂષણ વકરે નહીં તે માટે અને અવાજનું પ્રદૂષણ રોકવા શહેર પોલીસ તંત્રને વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા રજૂાત કરાઇ છે.

સમિતિનું કહેવું છે કે વડોરામાં ૨૭ કોમર્શિયલ સહિત ગરબાનું આયોજન  ૨૦૦ થી વધુ સ્થળે કરાયું છે. જયારે શહેરના ૨૪ પોલીસસ્ટેશન પાસે નોઇઝ પોલ્યુશનની માત્ર માપવાના ડીબી મીટર (ડેસિબલ મીટર) માત્ર ૧૦ નંગ છે. સરકાર પાસેથી વધુ આવા મીટર મગાવીને ગરબા સ્થળે રાત્રે અવાજની માત્રા માપીને જે નક્કી કરેલી મર્યાદા કરતા વધુ હોય તો કાર્યવાહી હાથ ધરવી જોઇએ. અવાજની માત્રા ઝોન મુજબ નક્કી કરવામાં આવી છે. નવરાત્રિ મહોત્સવ શરુ થાય તે પહેલા નોઇઝ પોલ્યુશન મુદ્દે ગરબા આયોજકોને કાયદાની ગંભીરતા બાબતે જાણ કરીને જો નિયમ ભંગ થાય તો કયા પ્રકારની કાર્યવાહી થઇ શકે તેની સમજ આપવી  જોઇએ. પોલીસતંત્રે કંટ્રોલના તમામ નંબરો જાહેર કરવા જોઇએ, જેથી લોકોને નોઇઝ પોલ્યુશનની ફરિયાદ કરવી હોય તો કરી શકે. રાત્રે ૧૨ વાગે ગરબા પૂર્ણ થતા મોટા અવાજવાળા  સાયલેન્સર ધરાવતા વાહનો સામે પણ તકેદારીના પગલાં લેવા કહ્યું છે.

અવાજની માત્રાનું ધોરણ કેટલું હોવું જોઇએ

વિસ્તાર સવારના ૬ થી રાત્રિના ૧૦ રાત્રિના ૧૦ થી સવારના ૬

ઔદ્યોગિક વિસ્તાર ૭૫ ડેસિબલ ૭૦ ડેસિબલ

વાણિજય વિસ્તાર ૬૫ ડેસિબલ ૫૫ ડેસિબલ

રહેણાંક વિસ્તાર ૫૫  ડેસિબલ ૪૫ ડેસિબલ

શાંત વિસ્તાર ૫૦ ડેસિબલ ૪૦ ડેસિબલ


Google NewsGoogle News