વડોદરામાં રેતી માફિયા દ્વારા કરણેટ-રતનપુર બ્રીજ નીચેથી ગેરકાયદે રેતી ખનન થતું હોવાના પુરાવા સાથે રજૂઆત
image : Filephoto
Vadodara News : વડોદરા શહેર નજીક કરણેટ-રતનપુર બ્રીજ પાસે રેતીનું ગેરકાયદે ખનન કરીને ટ્રેક્ટરોમાં ભરી જવાતા હોવાના આધાર પુરાવા સાથે સ્થાનિકોએ ખાણ-ખનીજ કચેરીમાં અવારનવાર ફરિયાદો કરી છે. પરંતુ ખાતા સાથે મિલી ભગતના કારણે તપાસ કરવા જતા અગાઉ રેતી માફિયાઓને આગોતરી જાણ કરી દેવાય છે. પરિણામે સ્થળ તપાસમાં કાંઈ મળતું નથી. પરિણામે સ્થાનિકોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે શહેર નજીકના કરણેટ-રતનપુર બ્રીજ નીચે ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું છે અને રેતી માફિયાઓ દ્વારા ટ્રેક્ટરમાં રેતી ભરીને લઈ જવાય છે. ભરેલી રેતી અંગેના ખાડાના સહિત ગેરકાયદે ભરાયેલી રહેતી ભરનારા રેતી માફિયાઓના નામ ઠામ સહિતની વિગતો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આપી હતી. પરંતુ મીલી ભગત હોવાના કારણે સ્થળ તપાસ અગાઉ રેતી માફિયાઓને જાણ કરી દેવાય છે. પરિણામે સ્થળ તપાસમાં કાંઈ મળતું નથી. આ અંગે વારંવાર પુરાવા સાથે સ્થાનિકોએ ખાતામાં ફરિયાદ કરી હતી આમ છતાં પણ કોઈ દાદ મળી ન હતી. પરિણામે ઈમારતનો ભાગ તોડવાનો શરુ કરવામાં સ્થાનિકોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે.