વડોદરાની શાળાઓમાં લઘુત્તમ ફી નક્કી કરવા મામલે શિક્ષણ અધિકારીને વાલી મંડળની રજૂઆત
વડોદરા,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર
તાજેતરમાં સરકારના પરિપત્રના અનુસાર નવી લઘુતમ ફી નક્કી કરવા બાબતે આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, કારેલીબાગ ખાતે વડોદરા પેરેન્ટ એસોસિએશનના સભાસદો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
શહેરની સાથો સાથ રાજ્યભરની કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની ફી મામલે ઉઘાડી લુટ ચલાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી આડેધડથી રકમ વસૂલવામાં આવી રહી છે. લઘુત્તમ ફીમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક થયેલ કમિટીએ વાલીઓ પાસેથી તેમના સૂચનો માંગ્યા હતા. જેના અનુસંધાને એસોસિએશન દ્વારા આજે ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે. આ સાથે ફીના વધે તે માટે વાલીઓને સમય આપવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.