વડોદરા જિલ્લામાં ડભોઇ,શિનોર અને કરજણમાં દીપડાની હાજરી,કુરાઇના ખેતરમાં દીપડો દેખાયો
વડોદરાઃ વડોદરા જિલ્લાના ડભોઇ અને આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરી દેખાઇ રહી છે.જેને કારણે ખેડૂતોમાં ભયની લાગણી વ્યાપી છે.
વડોદરા જિલ્લામાં કરજણ,શિનોર અને ડભોઇ તાલુકામાં દીપડા વારંવાર દેખાઇ રહ્યા હોવાના તેમજ પશુઓનું મારણ કરી રહ્યા હોવાના કિસ્સા બની રહ્યા છે.
થોડા સમય પહેલાં ડભોઇ અને કરજણમાં બે દીપડાના મોત થવાના બનાવ પણ બન્યા હતા.હજી પણ આ વિસ્તારોમાં દીપડાની હાજરી દેખાઇ રહી છે.જેને કારણે ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત થઇ રહી છે.
કરજણના મેથી ગામે ફેન્સિંગમાં ફસાઇ ગયેલા દીપડાનું મોત થયું હતું.ત્યારપછી પણ હજી દીપડા ફરી રહ્યા છે.કરજણના કુરાઇ ગામે પણ એક ખેડૂતે દીપડો જોયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.ખેતી માટે ગયેલા ખેડૂતને દીપડો ભાગી ગયો હતો.જે બનાવનો વીડિયો વાયરલ થતાં ગ્રામજનોમાં ગભરાટની લાગણી વ્યાપી છે.