૩૬ મી નેશનલ ગેમ્સ સંદર્ભે જિમ્નેસ્ટિક માટે સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ચાલતી તૈયારીઓ

જિમ્નેસ્ટિકનું મેદાન તૈયાર કરી દેવાયું, ૧૭૮ ખેલાડીઓ ભાગ લેશે

Updated: Sep 27th, 2022


Google NewsGoogle News
૩૬ મી નેશનલ ગેમ્સ સંદર્ભે  જિમ્નેસ્ટિક માટે સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ચાલતી તૈયારીઓ 1 - image

વડોદરા,૩૬મી નેશનલ ગેમ્સની વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમા કોમ્પ્લેક્સને શણગારવાની સાથે જિમ્નેસ્ટિકનું મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે. દિલ્હીથી મગાવેલા એપ્રેટ્સ અને ટ્રેમ્પોલિન લગાવવામાં આવ્યા છે. કે, શહેરીજનો કોઇ પણ ટિકિટ વિના આ રમત નિહાળી શકશે.

૩૬મી નેશનલ ગેમ્સમાં રમાનારી ૩૬ રમતોમાં ૩૬ રાજ્યો તથા કેન્દ્ર શાસિતપ્રદેશોના ખેલાડીઓ ભાગ લેવાના છે. સમા કોમ્પ્લેક્સમાં જિમ્નેસ્ટિક થવાની છે, જેમાં ૧૭૮ ખેલાડીઓ ભાગ લેવાના છે. આર્ટિસ્ટિક, રિધમિક અને ટ્રેમ્પોલિન પ્રકારની જિમ્નાસ્ટિક થશે. લગભગ ૧૩૦ જેટલા નિર્ણાયકો પણ આવશે. જિમ્નાસ્ટિકમાં એક રમતમાં ૯ જજીસ અને એક સ્કોરર એમ મળી કુલ ૧૦ લોકો નિહાળે છે. એક ખેલાડીને રમતમાં પોઇન્ટ મેળવવા માટે ૯ જજીસની કસોટીમાંથી પસાર થવું પડે છે. ૧૦ કરામતના એક સેટ માટે મૂલ્યાંકન કરવામાં આવે છે, તેમાં સેટમાં જે તે કરામતમાં થતી ભૂલોને આધારે મૂલ્યાકન કરવામાં આવે છે.

આ ગેમની શરૃઆત થાય એ પહેલા નિર્ણાયકો અને આયોજકોની તા.૨૯ના રોજ એક મિટિંગ થશે અને તેમાં શિડયુલ ડ્રો કરવામાં આવશે. ગુજરાતના કુલ ૧૭ ખેલાડી ભાગ લેવાના છે. તે પૈકી વડોદરાના બે ધુ્રવ ભાટિયા અને ઇશા ઠાકોર પણ ગુજરાતની ટીમમાં છે. રિધમિક જિમ્નાસ્ટિક તા.૩ અને તા.૪ના રોજ થશે. રમત નિહાળતવા કુલ ૧૫૦૦ વ્યક્તિની બેઠક વ્યવસ્થા છે.


Google NewsGoogle News