પદવીદાન સમારોહની તૈયારીઓ માટેની બેઠકમાં પણ ચીફ ગેસ્ટનું નામ જાહેર ના કરાયું

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
પદવીદાન સમારોહની તૈયારીઓ માટેની બેઠકમાં પણ ચીફ ગેસ્ટનું નામ જાહેર ના કરાયું 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો ૭૨મો પદવીદાન સમારોહ તા.૪ ફેબુ્રઆરીએ યોજવામાં આવશે.આ માટે યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.જેના માટે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે તમામ ફેકલ્ટી ડીન્સની બેઠક બોલાવવામાં આવી હતી.

યુનિવર્સિટી સત્તાધીશોએ પદવીદાન સમારોહની તારીખ તો જાહેર કરી છે પણ દીક્ષાંત પ્રવચન આપનાર ચીફ ગેસ્ટનુ નામ જાહેર કર્યુ નથી.આજે ફેકલ્ટી ડીન્સની બેઠકમાં પણ ચીફ ગેસ્ટના નામની કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી.આમ ચીફ ગેસ્ટના નામને લઈને હજી પણ સસ્પેન્સ યથાવત છે.

મળતી વિગતો પ્રમાણે પદવીદાન સમારોહમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.સમારોહના આયોજનમાં સામેલ ફેકલ્ટી ડીન્સ તેમજ બીજા અધ્યાપકો અને યુનિવર્સિટીના અધિકારીઓ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરશે.સાથે સાથે આ વખતે સમારોહના પ્રોસેસનમાં સેનેટ સભ્યો અને સિન્ડિકેટ સભ્યોની જગ્યાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો સામેલ થશે.

ફેકલ્ટી ડીન્સને આજની બેઠકમાં વિદ્યાર્થીઓને સમારોહ માટેના સ્કાર્ફનુ વિતરણ સમયસર થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે કહ્યુ હતુ.

યુનિવર્સિટીના ૭૨મો પદવીદાન સમારોહ યુનિવર્સિટીના કોન્વોકેશન મેદાન ખાતે સવારે નવ વાગ્યાથી શરુ થશે.જેમાં કુલ મળીને ૧૩૪૮૦ વિદ્યાર્થીઓને બેચરલ તેમજ માસ્ટરની ડિગ્રી એનાયત કરવામાં આવશે.



Google NewsGoogle News