પ્રિ-મોન્સુન કામગીરી : અંડર ગ્રાઉન્ડ ગટરની સફાઇ માટે રિમોટ કેમેરાનો રેલવેમાં પ્રથમ વખત પ્રયોગ

વડોદરા ડિવિઝનના 15 સ્ટેશનો ઉપર ઓટોમેટિક રેઇન ગેજ મશીનો લગાવાયા, 166 કિ.મી. વરસાદી કાંસની સફાઇ કરી

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
પ્રિ-મોન્સુન કામગીરી : અંડર ગ્રાઉન્ડ ગટરની સફાઇ માટે રિમોટ કેમેરાનો રેલવેમાં પ્રથમ વખત પ્રયોગ 1 - image


વડોદરા : રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા ચોમાસા દરમિયાન ટ્રેન સેવાઓ રોકાય નહી તે માટે પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરી લીધી છે. જેમા ગરનાળાઓ, ખુલ્લા નાળાઓ, વરસાદી કાંસ ઉપરાંત ટ્રેક પરથી ગંદકી અને કચરાની સફાઇ જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વરસાદી પાણીના નીકાલ માટે વધારાના જળમાર્ગનું નિર્માણ અને હાઇ વોલ્ટેજ વોટર પંપની વ્યવસ્થા કરાઇ છે. 

આ વર્ષે, વડોદરા વિભાગે જ્યાં માણસ દ્વારા સફાઇ શક્ય નહતી તેવી ગટરો, અંડર ગ્રાઉન્ડ ગટરો તથા નાળાની સફાઇ કરવા માટે રિમોટ ઓપરેટેડ ફ્લોટર કેમેરાની મદદ લીધી હતી. ભારતીય રેલ્વેમાં આ પ્રથમ પ્રયોગ હતો જે સફળ થયો છે. આ રિમોટ ઓપરેટેડ કેમેરામાં ઇનબિલ્ટ લાઇટિંગ સિસ્ટમ છે જે અંધારામાં પણ ભૂગર્ભ નળાઓની સફાઇ માટે મદદ કરે છે. તેમ વરિષ્ઠ વિભાગીય એન્જિનિયર સુમિત ઠાકુરે કહ્યુંં હતુ.

તેમણે ઉમેર્યુ હતુ કે વડોદરા વિભાગે કુલ ૧૨૯ નાળાઓની મળીને લગભગ ૧૬૮ કિલોમીટરની સફાઈ કરી છે. ઉપરાંત, યાર્ડમાં વરસાદી પાણીના પ્રવાહની પેટર્નનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને પાણીના સરળ નિકાલ માટે નવી ગટર અને મેનહોલ બનાવવામાં આવ્યા છે. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિવિધ સ્થળોએ ૧૩૭ ઉચ્ચ ક્ષમતાના પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલવે વર્કશોપ અને કોલોનીઓમાં પણ આવા ૪૬ પંપ લગાવવામાં આવ્યા છે. તદ્ઉપરાંત વરસાદના ડેટા મેળવવા માટે વડોદરા ડિવિઝનના વડોદરા સહિત કુલ૧૫ સ્ટેશનો ઉપર ઓટોમેટિક રેઈન ગેજ મશીન (વરસાદ માપક યંત્ર)લગાવવામાં આવ્યા છે. તો ૧૨ જગ્યાએ ફ્લડ ગેજ લગાવવામાં આવ્યા છે.


Google NewsGoogle News