Get The App

પ્રતાપ નગર ઝેનિથ સ્કૂલની ગલીમાં ચાલતા જુગારધામ પર દરોડો

જુગારધામના સંચાલક સામે ૪૮ ગુનાઓ નોંધાયા હોવાછતાંય વાડી પોલીસ નિષ્ક્રિય

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News

 પ્રતાપ નગર ઝેનિથ સ્કૂલની ગલીમાં ચાલતા જુગારધામ પર દરોડો 1 - imageવડોદરા,પ્રતાપ નગર વિસ્તારમાં ઝેનિથ સ્કૂલની બાજુમાં ચાલતા જુગારધામ પર વાડી પોલીસ કોઇ કાર્યવાહી કરતી નહતી. છેવટે આજે પીસીબીએ દરોડો પાડીને જુગારના મુખ્ય સંચાલક અને ૪૮ ગુનાઓનો ભૂતકાળ ધરાવતા આરોપીને ઝડપી પાડયો છે. અગાઉ વાડી પોલીસ સ્ટેશનની હદમાં બૂટલેગરોએ જાહેરમાં મારામારી કરી પોલીસની આબરૃના લીરેલીરા ઉડાવ્યા હતા.

ડભોઇ રોડ ઝેનિથ સ્કૂલની બાજુની ગલીમાં ત્રિમૂર્તિ એવન્યૂમાં રહેતો રંજન નોખેલાલ વર્મા એપાર્ટમેન્ટ પાસે ખુલ્લી જગ્યામાં આંકડાનો ધંધો કરે છે. તેના માણસો કેતન રમેશભાઇ ઠાકોર તથા અશોક સુધાકરભાઇ કટારિયા પાસે આંકડાનો જુગાર રમાડી રહ્યો છે. તેવી માહિતી પીસીબી પોલીસને મળી હતી. પીસીબી પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર રંજન વર્મા સહિત છ આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં (૧) રંજન વર્મા (૨) કેતન રમેશભાઇ ઠાકોર ( રહે. રામ કૃષ્ણ બ્લોક, પ્રતાપ નગર) (૩) અશોક સુધાકરભાઇ કટારિયા (રહે. પવનદૂત સોસાયટી, માંજલપુર) (૪) અજય ભાઇલાલભાઇ પટેલ ( રહે. ચીમનલાલની ચાલી, પ્રતાપ નગર) (૫)રમેશ ભાઇલાલભાઇ તડવી (રહે.રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, ડભોઇ  રોડ) તથા (૬) દિનેશ નટુભાઇ રાજપૂત (રહે. ત્રિમૂર્તિ એવન્યૂ, પ્રતાપનગર) નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય સૂત્રધાર  રંજન વર્મા સામે વાડી,ડીસીબી અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં મળીને કુલ ૪૮ ગુનાઓ અત્યારસુધી દાખલ થયા છે. જેમાં મોટાભાગના જુગારના કેસ છે. આ ઉપરાંત તેની સામે મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓ પણ નોંધાયા છે. જુગારના અડ્ડાની નજીક જ સ્કૂલ ચાલી રહી છે.તેમ છતાંય વાડી પોલીસનો સ્ટાફ આ જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. પોલીસે સ્થળ પરથી રોકડા ૧૯,૭૦૦ તથા પાંચ મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫૦,૭૦૦ નો મુદ્દામાલ કબજ ેકર્યો છે.


Google NewsGoogle News