Get The App

“વિશ્વમાં સંસ્કૃત ભાષાના પ્રવર્તન માટે પ્રમુખસ્વામી મહારાજ ઉત્તમ પુરુષ હતા જેમણે પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપ્યો.“ :ભાગ્યેશ ઝા

“ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચવામાં આવેલા અક્ષરપુરુષોત્તમ દર્શન વિશ્વભરમાં ઉત્તમોત્તમ વિદ્વાનોની નજરમાંથી પસાર થઈ સ્વીકૃતિ પામી ચૂક્યું છે, :ડૉ. લલિત પટેલ

“ આ અક્ષર પુરુષોત્તમ દર્શનની વિશેષતા એ છે કે ભાષ્યના નિર્માતા ભદ્રેશદાસ સ્વામીએ પોતાના નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને નિરૂપ્યા છે.” :ડૉ. હરિદાસ ભટ્ટ

Updated: Jan 1st, 2023


Google NewsGoogle News
“વિશ્વમાં સંસ્કૃત ભાષાના પ્રવર્તન માટે પ્રમુખસ્વામી મહારાજ ઉત્તમ પુરુષ હતા જેમણે પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપ્યો.“ :ભાગ્યેશ ઝા 1 - image

અમદાવાદ, 

ભાષ્ય પરંપરાને પુનર્જીવિત કરી ભારતીય વેદાંત દર્શનનમાં  ઐતિહાસિક અને વિરાટ પ્રદાન કરનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ‘અક્ષર પુરુષોત્તમ દર્શનનું વૈદિક પરંપરામાં પ્રદાન’ વિષયક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું .  આ કોન્ફરસનું આયોજન BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્લી,  સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્લી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને આર્ષ સંશોધન કેન્દ્ર(AARSH), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. 

 આ કોન્ફરન્સમાં શ્રી અક્ષર-પુરુષોત્તમ દર્શનને વ્યાપક રીતે ઊંડાણથી સમજવાનો અને આ દર્શનના દાર્શનિક, સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સાહિત્યિક પાસાંઓની છણાવટ કરવામાં આવી હતી. વિદ્વાનો દ્વારા શ્રી અક્ષર-પુરુષોત્તમ દર્શનના વિશિષ્ટ સિદ્ધાંતો, અન્ય દર્શનો સાથે તેની તુલના અને  ધાર્મિક વિધિ-વિધાનો, પરંપરા, ઉપદેશ અને મૂલ્યો દ્વારા આ દર્શન કેવી રીતે વ્યવહારમાં પ્રસ્થાપિત છે તેના પર રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.

સ્વાગત પ્રવચનમાં મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આજના સંમેલનમાં ૨૦ થી વધુ સંસ્કૃત યુનિવર્સિટીઓના પ્રિન્સિપાલ, ૯૦ જેટલાં પ્રોફેસરો અને ૧ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓનું  સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું, “ પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનના વિષયોમાં આ વિદ્વાનો પારંગત છે. અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયક સંગોષ્ઠીમાં આપ પધાર્યા, આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું.”

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉ. લલિત પટેલે જણાવ્યું, 

“ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચવામાં આવેલા અક્ષરપુરુષોત્તમ દર્શન વિશ્વભરમાં ઉત્તમોત્તમ વિદ્વાનોની નજરમાંથી પસાર થઈ સ્વીકૃતિ પામી ચૂક્યું છે. વિદ્વાન એ છે જેના વાણી, વિચાર અને વર્તનમાં કોઈ ભેદબુદ્ધિ ન હોય. પ્રમુખસ્વામી મહારાજ સમતાધારી અને વૈવિધ્ય પ્રત્યે ઔદાર્યપૂર્ણ હતા. હું  તેમના ચરણોમાં પ્રાર્થના કરું  છું કે તેમના જેવા ગુણો મારામાં આવે.“

“વિશ્વમાં સંસ્કૃત ભાષાના પ્રવર્તન માટે પ્રમુખસ્વામી મહારાજ ઉત્તમ પુરુષ હતા જેમણે પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપ્યો.“ :ભાગ્યેશ ઝા 2 - imageપૂર્વ IAS અધિકારી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન  ભાગ્યેશ ઝાએ જણાવ્યું,

“સંસ્કૃત ભાષાને પુનર્જીવન આપનાર પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે આ શતાબ્દી ઉત્સવ સર્વથા ઉચિત છે. પ્રશ્નોના સમાધાન માટે પશ્ચિમ જગતે ભગવદ ગીતા જેવા ગ્રંથ તરફ દૃષ્ટિ રાખવી પડશે. સંસ્કૃત  ભાષા પાસે વિશ્વના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકવાની, સર્વનો અવાજ બનવાની ક્ષમતા છે.” અક્ષરધામ હુમલા સમયે પ્રમુખસ્વામી મહારાજના વલણને યાદ કરી તેમણે જણાવ્યું, “વિશ્વમાં સંસ્કૃત ભાષાના પ્રવર્તન માટે પ્રમુખસ્વામી મહારાજ ઉત્તમ પુરુષ હતા જેમણે પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપ્યો.“ 

પૂર્ણપ્રજ્ઞા વિદ્યાપીઠ, બેંગલોરના પૂર્વ પ્રિન્સિપાલ અને ભદ્રેશદાસ સ્વામીના પૂર્વ અધ્યાપક એવા ડૉ. હરિદાસ ભટે જણાવ્યું, 

“  આ અક્ષર પુરુષોત્તમ દર્શનની વિશેષતા એ છે કે ભાષ્યના નિર્માતા ભદ્રેશદાસ સ્વામીએ  પોતાના નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને નિરૂપ્યા છે.”

BAPS આર્ષ સંશોધન કેન્દ્રના ડો. શ્રુતિપ્રકાશ સ્વામીએ જણાવ્યું, 

“ સંસ્કૃત ભાષાએ યુરોપની દાર્શનિક પરંપરાઓ પર પણ પ્રભાવ પાથર્યો છે. સંસ્કૃત ભાષા વિશ્વના દાર્શનિક પ્રવાહો સાથે સંકળાયેલી છે અને તે અનુસંધાનમાં પ્રમુખસ્વામી  મહારાજે ભદ્રેશ દાસસ્વામીને ભાષ્ય લખવાની આજ્ઞા કરી. અક્ષર-પુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણ દ્વારા બે શતાબ્દીઓ પૂર્વે પ્રબોધિત જ્ઞાનનો સંગ્રહ છે. આ મૃત તત્વજ્ઞાન નથી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સર્વતોમુખી કાર્ય દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શન આજે પૂર્ણ રૂપમાં જીવંત છે.”

BAPS ના પૂ.આત્મતૃપ્ત સ્વામીએ જણાવ્યું, “ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અને ભદ્રેશદાસ સ્વામીના પ્રયત્નોથી આ વર્ષે જ 7 BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે ( લંડન, રૉબિન્સવિલ, ટોરન્ટો, સિડની, નૈરોબી, જોહાનિસબર્ગ)”

BAPS ના ડૉ અક્ષરાનંદ સ્વામીએ ‘BAPS સ્વામિનારાયણ રિસર્ચ જર્નલ’નો પરિચય કરાવ્યો. 

 

મહર્ષિ પાણિની સંસ્કૃત એન્ડ વેદિક યુનિવર્સિટીના ઉપ-કુલપતિ શ્રી વિજયકુમાર મેનને જણાવ્યું, “ BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ જે મૂલ્યોને જીવ્યા અને પ્રતિષ્ઠિત કર્યા તેનું સંવર્ધન થઈ રહ્યું છે.”

શ્રી હરિકૃષ્ણ સતપથીએ જણાવ્યું, “ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવી વિભૂતિઓ સમગ્ર વિશ્વ માટે અવતરે છે. તે કોઈ એક પરંપરા સુધી સીમિત નથી. આઠમી અજાયબી સમા પ્રમુખસ્વામી મહારાજ નગરણે જોઈને નવી પેઢી માટેની સઘળી ચિંતાઓ નાશ પામી જાય તેવું આ સ્થાન છે. ભદ્રેશદાસ સ્વામીના ભાષ્ય અને ૧૧૦૦ મંદિરોને ભગવાન સ્વામિનારાયણ પરમ સચ્ચિદાનંદ બ્રહ્મ છે તેની પ્રતીતિ આવે છે.”   



Google NewsGoogle News