યાકુતપુરા અને જૂનીગઢીમાં લાઇન પર લંગર નાંખી વીજચોરી ઝડપાઇ

રૃા.૧૭ લાખથી વધુ રકમની વીજચોરી ઝડપાતા કાયદેસરની કરાયેલી કાર્યવાહી

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
યાકુતપુરા અને જૂનીગઢીમાં લાઇન પર લંગર નાંખી વીજચોરી ઝડપાઇ 1 - image

વડોદરા, તા.16 મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તાજેતરમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દરોડા પાડી મોટાપાયે વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. ભરચક વિસ્તારમાંથી પસાર થતી વીજલાઇન પર લંગર નાંખી ઘરમાં વીજવપરાશ કરતા તત્વો સામે વીજકંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના મધ્યમાં આવેલા યાકુતપુરામાં ઇકરા ફ્લેટમાં રહેતા પઠાણ મંજૂરખાન ઉસ્માનખાન પોતે ગ્રાહક ના હોવા છતાં વીજલાઇન પર લંગર નાંખી ઘરમાં વીજચોરી કરતાં ઝડપાયા હતા. મંજૂરખાને કુલ રૃા.૩.૫૪ લાખની વીજચોરી કરી હતી. આ ઉપરાંત અજબડીમીલરોડ પર હઝરત એપાર્ટમેન્ટમાં રહેતો શેખ ઝહીર એહમદ પણ લંગર નાંખી રૃા.૧.૭૪ લાખની વીજચોરીમાં ઝડપાયો હતો. આ જ એપાર્ટમેન્ટમાં રહેતા ઇમદાદસીદ્દીક પણ લંગર નાંખી રૃા.૧.૭૪ લાખની વીજચોરી કરતાં ઝડપાયા હતા. જ્યારે યાકુતપુરામાં જૂનીમીયાની ચારીમાં રહેતા મલેક સજનહુસેન મોહંમદમીયાં પણ લંગર નાંખી રૃા.૨.૧૭ લાખની વીજચોરીમાં ઝડપાતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી  હતી.

જૂનીગઢીમાં હરિજનવાસમાં રહેતા ગોપાલ દીવાભાઇ સોલંકી પણ લંગર નાંખી રૃા.૮૯ હજાર, કહાર ઉમેશ જગદીશભાઇએ રૃા.૧.૨૬ લાખની અને યાકુતપુરામાં હઝરત એપાર્ટમેન્ટમાં હબીબપરબ મહંમદઅકર્મ અબ્દુલ્લાએ વીજલાઇન પર લંગર નાંખી રૃા.૮૩ હજારની વીજચોરી કરી  હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પોતે વીજગ્રાહક હોવા છતાં મીટર બાયપાસ કરી યાકુતપુરામાં ચોરા પાછળ રહેતા ગુલામમોહંમદ સમીર ચકલાવાલા રૃા.૨.૪૯ લાખ, મોહંમદ દાનીશર રમઝાન શેખ રૃા.૧.૭૩ લાખ અને સોદાગર બિલ્ડિંગમાં રહેતા ગાઝીયાવાલા મહંમદરફિક ઇબ્રાહિમ રૃા.૭૮ હજારની વીજચોરીમાં ઝડપાયા હતાં. વીજચોરો દ્વારા કુલ રૃા.૧૭ લાખથી પણ વધુ રકતની વીજચોરી કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.




Google NewsGoogle News