વીજલાઇન પર લંગર નાંખી વડોદરાના બાવામાનપુરા તેમજ છોટાઉદેપુરમાં વીજચોરી
વીજ કંપનીએ વ્યાપક દરોડા પાડીને રૃા.૧૮.૭૬ લાખની વીજચોરી ઝડપી પાડી
વડોદરા, તા.22 વડોદરા શહેર અને છોટાઉદેપુર તાલુકામાં વીજલાઇન પર લંગર નાંખી અથવા મીટર બાયપાસ કરીને થતી વ્યાપક વીજચોરી અંગે વીજ કંપની દ્વારા કાર્યવાહી હાથ ધરીને કુલ રૃા.૧૮.૭૬ લાખની વીજચોરી અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામમાં રહેતા રાઠવા મનિષ જીતુભાઇએ ઘર પાસેથી પસાર થતી વીજલાઇન પર લંગર નાંખી કુલ રૃા.૨.૦૯ લાખની વીજચોરી કરી હતી. આ ઉપરાંત વડોદરાના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરામાં નુરાની મસ્જિદ પાસે રહેતાં ઇમામ અમીર શેખ પણ લંગર નાંખી રૃા.૧.૪૫ લાખ, ઇમામ અમીરમીયાં શેખ રૃા.૧.૦૭ લાખ, જુનેદ હુસેનખાન પઠાણ રૃા.૧.૦૬ લાખ, મન્સુરી મુસ્તાકઅલી કરીમભાઇ રૃા.૫૨૫૮૫ની ચોરીમાં ઝડપાયા હતાં.
જ્યારે બાવામાનપુરામાં અજની એપાર્ટમેન્ટમાં દિવાન શબ્બીર સિકંદરશા મહંમદ રૃા.૨ લાખ, દરગાહ કમ્પાઉન્ડ નજીક રહેતા દિવાન ફરજાન હમીદશા રૃા.૧.૧૧ લાખ, દિવાન શહેનાઝબેન રહેમનશા રૃા.૧.૪૫ લાખ તેમજ પાણીગેટમાં ખાટકીવાડમાં માસુમ ચેમ્બરમાં રહેતી મહુકમઝાબાનું શબ્બીરહુસેન શેખ રૃા.૧.૦૮ લાખ અને પાણીગેટ વોર્ડ-૯ની ઓફિસ પાસે રહેતાં આરીફ રાણા મોમીનરાણા રૃા.૫૮૧૯૩ની વીજચોરીમાં ઝડપાયા હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે પોતે વીજગ્રાહક હોવા છતાં મીટર બાયપાસ કરીને બાવામાનપુરામાં નુરાની મસ્જિદ પાસે રહેતા કાલુમીયા અમીરમીયા શેખ, વાડી જહાંગીરપુરામાં મુનાફ અબુબકર નવાબ રૃા.૧.૯૦ લાખ, પાણીગેટમાં રામવાટિકા સોસાયટીમાં રહેતા દક્ષાબેન કમલેશભાઇ વ્યાસ રૃા.૬૮૭૫૦ અને છોટાઉદેપુર તાલુકાના મીઠાલી ગામે અરવિંદ શનીયા રાઠવા રૃા.૧.૬૧ લાખની વીજચોરીમાં ઝડપાયા હતાં.